ટીનેજર બ્રેઇન-ડેડ જાહેર કરાયા બાદ પાછો જીવતો થયો

01 April, 2021 08:29 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અંગદાન માટેની શસ્ત્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ અચાનક આ ટીનેજર જાતે જ શ્વાસ લેવા માંડ્યો હતો

લુઇસ રૉબર્ટ્સ

વૅન સાથેની ટક્કર બાદ મૃત જાહેર કરાયેલા ટીનેજરના પરિવારજનોએ તેનું અંગદાન કરી અન્યોને નવજીવન આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે અંગદાન માટેની શસ્ત્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ અચાનક આ ટીનેજર જાતે જ શ્વાસ લેવા માંડ્યો હતો.

૨૦૨૧ની ૧૩ માર્ચે વૅનની ટક્કર પછી ૧૮ વર્ષના લુઇસ રૉબર્ટ્સને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ચાર દિવસ બાદ ડૉક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કર્યો હતો. લુઇસના પરિવારજનોએ તેના મૃત્યુ બાદ તેના શરીરના ભાગોનું દાન કરવાનો નિર્ણય લેતાં તેને થોડો વધુ સમય લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો અને પછી ચમત્કાર થયો.

offbeat news international news washington