કલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!

03 March, 2021 07:13 AM IST  |  Kolkata

કલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!

ફાઈલ તસવીર

એક કપ ચા પીવા પાછળ તમે કેટલો ખર્ચ કરશો? ૧૦ કે ૨૦ રૂપિયા? અને મોંઘી હોટેલમાં ગયા હો તો ૧૦૦ રૂપિયા? પણ શું તમે એક પ્યાલી ચાની પાછળ ૧૦૦૦ રૂપિયા ખર્ચશો? કલકત્તાના મુકુંદપુરમાં નિર્જશ નામના એક નાના ચાના ગલ્લા પર અત્યંત મોંઘી ચા વેચાય છે. એક છત્રી ગોઠવીને નીચે બેસવા માટે થોડી પ્લાસ્ટિકની ખુરસીઓ ધરાવતા નિર્જશ ટી સ્ટૉલની એક રસપ્રદ વાત એ છે કે અહીં વિશ્વભરની ચાની અવનવી વરાઇટી પ્યાલીદીઠ ૧૨થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની ચા વેચવામાં આવે છે. આ સ્પેશ્યલ ચા બો-લે પ્રકારની ચા છે, જેનો ભાવ કિલોદીઠ ત્રણ લાખ રૂપિયાનો છે.

નિર્જશ ટી સ્ટૉલનો માલિક પાર્થ પ્રતીમ ગાંગુલીએ ચા વેચવાનું શરૂ કર્યું એ પહેલાં તે જૉબ કરતો હતો. ૨૦૧૪માં અનોખા પ્રકારનો ટી-સ્ટૉલ શરૂ કરવાના આશયથી તેણે નોકરી છોડી દીધી અને આ વ્યવસાય અપનાવ્યો. એક કપ ચાનો ભાવ આટલો ઊંચો શા માટે છે એ જાણનારા ચાના રસિયાઓ ગાંગુલીના ટી-સ્ટૉલ પર હોંશે-હોંશે ચા પીવા પધારે છે. ચાપ્રેમીઓ વિશ્વભરમાંથી આવેલી તેમની મનપસંદ ચાનું પૅકેટ લઈ જઈ શકે એ માટે ગાંગુલી ચાનાં પૅકેટ્સનું વેચાણ પણ કરે છે.

kolkata offbeat news hatke news national news