ટૅટૂ-આર્ટિસ્ટોના મેળાવડામાં ઊમટ્યા છે ટૅટૂ માટે પાગલપંતી ધરાવતા ચાહકો

29 September, 2019 08:31 AM IST  |  લંડન

ટૅટૂ-આર્ટિસ્ટોના મેળાવડામાં ઊમટ્યા છે ટૅટૂ માટે પાગલપંતી ધરાવતા ચાહકો

આ લોકો છે ટેટૂના દિવાના

સાઇકોલૉજિસ્ટો કહે છે કે સિગારેટ અને તમાકુ જેવું જ ઍડિક્શન ટૅટૂનું પણ થઈ શકે છે. બે-ચાર વાર ટૅટૂ ચિતરાવનારા લોકોને એમાં જબરી મજા આવવા લાગે છે અને તેઓ પોતાના શરીરને જ કૅન્વસ બનાવી દે છે. આવા જ ટૅટૂ-ક્રેઝી લોકોને જલસો પડી જાય એવો મેળાવડો હાલમાં લંડનમાં મળ્યો છે. લંડનના વૅપિંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલા ટોબૅકો ડૉકમાં ઇન્ટરનૅશનલ લંડન ટૅટૂ કન્વેન્શન શરૂ થયું છે જ્યાં દુનિયાભરના નિષ્ણાત ટૅટૂ-આર્ટિસ્ટો ભેગા થયા છે. સ્વાભાવિકપણે એક્સપર્ટ્સ પાસે શરીર ચિતરાવવા માટે ટૅટૂ-ચાહકો પણ ઊમટી પડ્યા છે.

 સાઉથ કોરિયા, જર્મની, ફ્રાન્સ અને સ્પેનમાંથી ખાસ ૪૦૦ મોસ્ટ-ફેમસ ટૅટૂ-આર્ટિસ્ટો અહીં આવ્યા છે અને વિઝિટર્સ પણ તેમની કળાનો લાભ લેવા આવી પહોંચ્યા છે. ત્રણ દિવસના આ મેળાવડામાં હજારોની સંખ્યામાં ટૅટૂરસિકો બૉડી પેઇન્ટિંગ અને પિઅર્સિંગ કરાવી રહ્યા છે. એમાં કેટલાક ટૅટૂ-ક્રેઝીઓ તો એવા જોવા મળ્યા છે જેમના શરીર પર હવે ક્યાં ટૅટૂ ચિરાવવું એની જગ્યા શોધવી પડે. આ સાથે આવા નબીરાઓની તસવીરો મૂકી છે. આમાંથી કેટલાક લોકો તો રાતે અંધારામાં મળી જાય તો ખરેખર છળી મરાય એવો લુક ધરાવે છે. 

offbeat news hatke news london