તામિલનાડુનું આ ગામ કેમ કમલા હૅરિસને જીતવાની શુભેચ્છા આપી રહ્યું છે?

06 November, 2020 07:47 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુનું આ ગામ કેમ કમલા હૅરિસને જીતવાની શુભેચ્છા આપી રહ્યું છે?

કમલા હૅરિસના જીતની શુભેચ્છાનું પોસ્ટર

અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટની ચૂંટણીનાં ઉમેદવાર કમલા હૅરિસના જન્મસ્થળ તામિલનાડુના થિરૂવરૂર જિલ્લાના થુલાસેન્દ્રપુરમ ગામના લોકોએ તેમને પોતાનો ટેકો પ્રદર્શિત કરવા માટે વિશિષ્ટ રંગોળી બનાવી છે.

ત્રીજી નવેમ્બરે થયેલી ચૂંટણીના મતની ગણતરી ચાલી રહી છે ત્યારે આ ગામના લોકોને આશા છે કે જીત્યા પછી તેઓ તેમને મળવા આવશે. સમગ્ર ગામમાં તેમને વિજયનાં વધામણાં આપવા માટે તેમના ફોટો સાથે બૅનર અને હોર્ડિંગ્સ પણ લગાવ્યાં છે.

ગામની મહિલાઓએ દોરેલી રંગોળીમાં કમલા હૅરિસને જીતની શુભેચ્છા પાઠવીને થમ્સઅપનું નિશાન બનાવ્યું છે. ડેમોક્રૅટિક પક્ષનાં ઉમેદવાર જો બાઇડને તેના સાથી અને વાઇસ-પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં ત્યારથી ગામના લોકો સમાચાર પર સતત નજર રાખી રહ્યા છે. કમલા હૅરિસ જમૈકન પિતા અને ભારતીય મૂળના શ્યામલા ગોપાલનનાં પુત્રી છે. કમલાનો જન્મ ચેન્નઈમાં થયો હતો અને શ્યામલા કૅન્સરનાં રિસર્ચર હતાં. તેમના નાના પી. વી. ગોપાલન ઉચ્ચ હોદ્દો ધરાવતા સરકારી કર્મચારી હતા. જો ચૂંટાઈ આવ્યા તો કમલા હૅરિસ યુએસમાં ચૂંટાયેલાં પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડન્ટ બનશે, અમેરિકામાં મહત્ત્વનો રાજકીય હોદ્દો સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય હશે.

offbeat news hatke news tamil nadu national news