બોલો, સાબુના બબલને આ ભાઈએ 290 વાર રમાડ્યું

27 October, 2020 07:25 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

બોલો, સાબુના બબલને આ ભાઈએ 290 વાર રમાડ્યું

સાબુના બબલને આ ભાઈએ 290 વાર રમાડ્યું

સાબુનું ફીણ થયા પછી એના કોઈ એક બબલને ફૂંક મારો તો એમાંથી મોટો બબલ થાય. જોકે આ બબલ ક્ષણભંગુર હોય. ઘડીમાં બને અને પલકવારમાં એ પરપોટો ફૂટી જાય. જોકે તાઇવાનના ચૅન્ગ યુ ટે નામના એક સ્ટુડન્ટે એક બબલને એટલી નજાકતતી હાથમાં રમાડ્યું કે એનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બની ગયો. ચૅન્ગભાઈએ એક બબલને હાથમાં સહેજ થપકી આપીને ૨૯૦ વાર ઉછાળ્યું હતું. લગભગ સવા બે મિનિટથી વધુ સમય સુધી આ બબલ ચૅન્ગભાઈના હાથમાં રમતું રહ્યું હતું. 

offbeat news hatke news international news