એલિયન જેવો દેખાતો આ બિલાડો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે

12 March, 2020 07:37 AM IST  |  Switzerland

એલિયન જેવો દેખાતો આ બિલાડો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે

એલિયન જેવો દેખાતો આ બિલાડો

દરેક માને તેનું બાળક સુંદર જ લાગે પછી ભલેને તે ગમે એટલું કદરૂપું કે ડરામણું હોય. સ્વિત્ઝરલૅન્ડના જોર્ડન નામના છ વર્ષના આ બિલાડાના શરીર પર સમખાવા પૂરતીયે રૂવાંટી નથી અને માથાથી પગ પરની ત્વચા પર એટલી બધી કરચલીઓ છે કે એ ખૂબ કદરૂપો દેખાય છે. પરિણામે સોશ્યલ મીડિયા પર એની તુલના કેટરપિલર, એલિયન, મગર અને ચાઇનીઝ ડમ્પલિંગ સાથે કરાય છે.  જોકે જોર્ડનના માલિકને મન એ જરાય કદરૂપો નથી અને તે પોતાના બિલાડા સાથે શૉપિંગ કરવા જાય છે. જોર્ડનને પેડિક્યોર પણ કરાવવા લઈ જાય છે. વાળ ન હોવા છતાં જોર્ડનને બ્રશિંગ કરાવવું ખૂબ જ ગમે છે. ચહેરા પરની કરચલીઓને કારણે એ હંમેશાં જાણે ગુસ્સામાં હોય એમ જણાય છે, પણ તેની માલિક ૪૭ વર્ષની સૅન્ડ્રા ફિલિપીના મતે એ ખૂબ જ પ્રેમાળ અને ઍક્ટિવ બિલાડો છે જેને વાતો કરવી અને ઊંઘવું સોથી વધુ પસંદ છે. અનેક લોકોને પહેલી નજરે જોર્ડનથી ડર લાગી શકે છે, પણ ટૂંક સમયમાં જ તે તેની સાથે મિત્રતા કરી લે છે. અન્ય સ્પિંક્સ બિલાડીની જેમ જ જોર્ડનને પણ તંદુરસ્ત અને ખુશમિજાજ રહેવા માટે સંભાળ રાખવાની જરૂર પડે છે. 

switzerland offbeat news hatke news