આ ડૉગી 41 વખત આકાશમાંથી છલાંગ લગાવી ચૂક્યો છે

17 March, 2020 07:32 AM IST  |  Switzerland

આ ડૉગી 41 વખત આકાશમાંથી છલાંગ લગાવી ચૂક્યો છે

છલાંગ મારતો ડૉગી

સ્વિત્ઝરલૅન્ડની લૉટરબ્રુનન વૅલીસ્થિત ૨૩૦૦ ફુટ ઊંચી ટેકરી પરથી એક ડૉગીનો તેના માલિક સાથે છલાંગ લગાવતો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ ડૉગી તેના માલિક બ્રુનો વૅલેન્ટી જેટલો જ જાંબાઝ છે. છ વર્ષના બૉર્ડર કૉલી બ્રીડના કઝુજા નામના આ ડૉગીએ બ્રુનોની સાથે ૪૧મી વાર છલાંગ લગાવી અને પૅરેશૂટની મદદથી સફળતાપૂર્વક લૅન્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચો : ખાટલા સાથે નિસરણી બાંધીને દીપડાને કૂવામાંથી બહાર કઢાયો

આ છલાંગનો વિડિયો ઉતારી રહેલા બ્રુનોના મિત્ર અને નોર્વેના ઍથ્લીટ જોક સોમર ડૉગીને વિશ્વના સૌથી ભાગ્યશાળી ડૉગી ગણાવે છે અને તેનું કહેવું છે કે આ ડૉગી અવારનવાર જમ્પિંગમાં ભાગ લેતો હોવાથી ડરવાને બદલે છલાંગ મારવાનો આનંદ લેતો હોય છે. ડૉગીના માલિકનું કહેવું છે કે શરૂઆતમાં ડૉગીની સંભાળ કોણ રાખશે એ ડરથી હું જમ્પ નહોતો કરી શકતો, પણ એક વાર ઊંચાઈએ લઈ ગયા પછી ડૉગીને જમ્પ મારવા માટે ઉત્સુક જોતાં અમે બન્નેએ સાથે છલાંગ લગાવી હતી.

switzerland offbeat news hatke news