પોતાના પાળેલા ડૉગી માટે સેલ્ફી બૂથ બનાવ્યું છે આ બહેને

19 October, 2020 07:54 AM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

પોતાના પાળેલા ડૉગી માટે સેલ્ફી બૂથ બનાવ્યું છે આ બહેને

ડૉગી માટે સેલ્ફી બૂથ બનાવ્યું છે આ બહેને

સ્વીડનની યુટ્યુબર, ટીવી-હોસ્ટ અને ઇન્વેન્ટર સિમોન ગર્ટ્ઝે તેના પાળેલા શ્વાન માટે લેગો બ્રિક્સનું સેલ્ફી બૂથ બનાવ્યું છે. પાળતુ પ્રાણીઓને કૅમેરા કેવી રીતે કામ કરે છે એની ખબર ન હોય અને કોણ શા માટે તેમના ફોટોગ્રાફ્સ લેતા હશે એની પણ ખબર ન હોય એ સ્વાભાવિક છે છતાં પાળેલા કૂતરા અને તેની સાથે તસવીરો લેવડાવનારા અન્ય પશુઓને જોઈને તેની માલિકણ સિમોનને બહુ મજા પડે છે.

સિમોનનું કહેવું છે કે જેમ આપણે મન ફાવે ત્યારે સેલ્ફી લઈ શકીએ છીએ તો તેનો ડૉગ કેમ એમ ન કરી શકે? ડૉગી સેલ્ફી લેવાની બાબતમાં ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય એ માટે તેણે પેડલવાળી વ્યવસ્થા ક્રીએટ કરી છે. ડૉગહાઉસમાં એક પેડલ ગોઠવેલું છે જેના પર પંજો દબાવવાથી ઑટોમૅટિક એ હાઉસમાં મૂકેલા કૅમેરામાં તસવીર ખેંચાય છે.

સિમોને યુટ્યુબ પર પોસ્ટ કરેલા વિડિયો અને ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરો ખૂબ લોકપ્રિય બન્યાં છે. ટ્વિટર પર પોસ્ટ કરેલી તસવીરને 2,29,100 લાઇક્સ મળી છે અને એને 28,400 વખત રીટ્વિટ કરવામાં આવી છે. યુટ્યુબ પર એના વિડિયોના 4,18,742 વ્યુઝ નોંધાયા છે.

sweden offbeat news hatke news