પીત્ઝા પરના પેપરોની સ્વસ્તિકે કર્મચારીની નોકરી લીધી

02 July, 2020 11:10 AM IST  |  Ohio | Gujarati Mid-day Correspondent

પીત્ઝા પરના પેપરોની સ્વસ્તિકે કર્મચારીની નોકરી લીધી

પિત્ઝા પર મળી સ્વસ્તિકની નિશાની

ઓહાયોના એક યુગલે પીત્ઝાની ડિલિવરી લીધા બાદ ઘરે લઈ જઈને પૅકેટ ખોલ્યું તો એમાં તેમને પેપરોની સ્વસ્તિક કરેલો જોવા મળ્યો. સ્વસ્તિક જોતાં જ યુગલે પીત્ઝાનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને લિટલ સીઝર્સ નામની શૉપનો હોવાનું પણ જણાવ્યું. અકળામણમાં તેમણે આ પીત્ઝા પાછો આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ કૉન્ટૅક્ટ કરે એ પહેલાં શૉપ બંધ થઈ ગયેલી.

વિશ્વની ત્રીજી મોટી પીત્ઝા ચેઇન તરીકે ખ્યાતિ પામેલી લિટલ સીઝર્સે ખુલાસો આપતાં કહ્યું હતું કે તેમના કર્મચારીઓએ મસ્તીમાં આ પીત્ઝા બનાવ્યો હતો જે વેચવા માટે નહોતો. જોકે કસ્ટમર નારાજ થતાં કંપનીએ પીત્ઝા બનાવનારા અને એને વેચી નાખનારા બે કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું.

ohio offbeat news hatke news international news