એવો ટાપુ જ્યાં માત્ર મહિલાઓને જ મળે એન્ટ્રી

07 March, 2020 01:53 PM IST  |  Finland

એવો ટાપુ જ્યાં માત્ર મહિલાઓને જ મળે એન્ટ્રી

મહિલાઓને જ મળે એન્ટ્રી આ ટાપુમાં

કેરળના સબરીમલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ નિષેધ છે એ વાત જગજાહેર છે, પણ ફિનલૅન્ડના બાલ્ટિક સમુદ્રની પાસે સુપરશી નામનો એક આઇલૅન્ડ છે. ત્યાં પુરુષોને પ્રવેશ નિષેધ છે. આ આઇલૅન્ડ આ વર્ષથી શરૂ થશે. 

અમેરિકાની એક બિઝનેસવુમન ક્રિસ્ટીના રોથે ૨૦૧૭માં આ આઇલૅન્ડ ખરીદ્યો અને એના પર રિસૉર્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. લાંબા સમયથી ક્રિસ્ટીના એક એવા સ્થળની શોધ કરી રહી હતી જ્યાં મહિલાઓ કોઈ પણ જાતની પરેશાની વિના પોતાની રજા ગાળી શકે. ૮.૪૭ એકરમાં ફેલાયેલા આ આઇલૅન્ડમાં મહિલાઓની ફિટનેસ, ન્યુટ્રિશન, સ્પા-સોનાબાથ જેવી તમામ ચીજો સમાવવામાં આવી છે, જે મોટા ભાગે મહિલાઓ પોતાની ભાગદોડભરી જિંદગીમાં નથી મેળવી શકતી. સુપરશી આઇલૅન્ડ એક રિસૉર્ટ છે, જેમાં ૧૦ મહિલાઓ આરામથી રહી શકે એવી ચાર કૅબિન છે. પાંચ દિવસ વિતાવવા માટે એક કૅબિનનું ભાડું લગભગ બેથી ચાર લાખ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રિસૉર્ટમાં ટિકિટ બુક કરાવવા માટે મહિલાઓએ પરવાનગી મેળવવી પડશે જે માટે સ્કાઇપ પર તેમનો ઇન્ટરવ્યુ થશે.

finland offbeat news hatke news