કસરત નહીં, સુપરમૅન સિન્ડ્રૉમને કારણે કસાયેલું છે આ છોકરાનું શરીર

07 September, 2020 09:32 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

કસરત નહીં, સુપરમૅન સિન્ડ્રૉમને કારણે કસાયેલું છે આ છોકરાનું શરીર

સુપરમૅન સિન્ડ્રૉમને કારણે કસાયેલું છે આ છોકરાનું શરીર

વિયેટનામના ૧૦ વર્ષના છોકરાની વ્યાયામથી કસાયેલા સ્નાયુઓ પ્રદર્શિત કરતી તસવીરો સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થઈ છે. નુએન હોઆન્ગ નામના છોકરાનું શરીર પહેલેથીજ અન્ય છોકરાઓની સરખામણીમાં વધારે કસાયેલું અને સ્નાયુબદ્ધ હોવાનું તેનાં માતા-પિતા કહે છે. જન્મ થયો ત્યારે જ ડૉક્ટરોએ તેનું શરીર સ્નાયુબદ્ધ હોવાનું નોંધ્યું હતું. ૬ વર્ષની ઉંમરે વિશિષ્ટ કદ અને આકારનું શરીરનું બંધારણ જોઈને માતા-પિતાએ હૉસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ડૉક્ટરોએ સુપરમૅન સિન્ડ્રૉમ નામની શારીરિક સ્થિતિને કારણે નુયેનનું શરીર એ પ્રકારનું હોવાનું જણાવ્યું હતું. કેટલાક લોકોને એવું લાગે છે કે પુખ્ત વયની વ્યક્તિના શરીરની વૃદ્ધિ રૂંધાઈ જતાં એ ઠીંગણા કદની રહી જાય છે. એ પ્રકારની સ્થિતિ નુયેનની હોવાની ધારણા કેટલાક લોકોએ વ્યક્ત કરી હતી. કેટલાક ઑનલાઇન ઇન્ફ્લુએન્સર્સે તેમના વિડિયો-બ્લૉગમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ નુયેનને આપ્યું હતું, પરંતુ તેનાં માતા-પિતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી.  

offbeat news hatke news vietnam