વિદ્યાર્થીઓ બાલ્કની અને પબ્લિક પ્લેસનાં પગથિયાં પર બેસીને ભણે છે

23 October, 2020 06:39 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓ બાલ્કની અને પબ્લિક પ્લેસનાં પગથિયાં પર બેસીને ભણે છે

પગથિયાં પર બેસીને ભણતાં વિદ્યાર્થીઓ

છેલ્લા ૬ મહિનાથી વધુ સમયથી ઑનલાઇન સ્કૂલ ચાલતી રહી છે. જોકે હવે દક્ષિણ ઇટલીમાં આવેલા કૅમ્પેનિયાના શિક્ષકોએ રસ્તા પર ક્લાસિસ લેવાની શરૂઆત કરી છે.

નેપલ્સની આસપાસનો કૅમ્પેનિયા વિસ્તાર ઇટલીમાં પ્રસરેલા કોરોના વાઇરસના પ્રથમ સંક્રમણથી આબાદ રીતે મુક્ત રહી શક્યો હતો. જોકે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી આ વિસ્તારમાં સંક્રમણના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને કારણે ઑક્ટોબર મહિનાના અંત સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇટલીની એક શિક્ષિકાના જણાવ્યા અનુસાર શાળાઓ બંધ થવાથી વ્યથિત બાળકોને ભણાવવા તથા સરકારના આદેશનું પાલન કરતાં તેમણે સેન્ટ્રલ નેપલમાં જાહેર રસ્તા પર ક્લાસ લેવાની શરૂઆત કરી છે.

બાળકો પોતાના ઘરની બાલ્કની તેમ જ ઘરની બહારના રસ્તા પર બેસીને ક્લાસમાં હાજરી આપે છે. કૅમ્પેનિયામાં મોડી રાતે થતા મેળાવડા અને સંમેલન પર પ્રતિબંધ મૂકવા હજી પણ સરકારે રાતે ૧૧થી સવારે પાંચ વાગ્યાના સમયગાળામાં કરફ્યુ લાગુ કર્યો છે.

italy offbeat news hatke news international news