વિદ્યાર્થિનીઓએ બનાવી સેલ્ફ-સૅનિટાઇઝિંગ બેન્ચ

18 February, 2021 11:57 AM IST  |  Haryana

વિદ્યાર્થિનીઓએ બનાવી સેલ્ફ-સૅનિટાઇઝિંગ બેન્ચ

સેલ્ફ-સૅનિટાઇઝિંગ બેન્ચ

રોગચાળાના લૉકડાઉનની નવરાશમાં ઘણા લોકોએ કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે અવનવાં પ્રયોગો, સંશોધનો અને રચનાત્મક સર્જનો કર્યાં છે. એવું એક સર્જન હરિયાણાની શિવ નાડર સ્કૂલની વિદ્યાર્થિનીઓએ કર્યું છે. તેમણે અનેક બીમારીઓથી રક્ષણ આપે એવી સેલ્ફ-સૅનિટાઇઝિંગ બેન્ચ બનાવી છે. એમાં અલ્ટ્રાવાયલેટ કિરણોની ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે. બેન્ચની સાથે જોડાયેલી અલ્ટ્રાવાયલેટ કિરણોની પૅનલ કોવિડ-19 ઉપરાંત કન્જક્ટિવાઇટિસ, ઇન્ફ્લુએન્ઝા અને હૅપેટાઇટિસ-એ જેવાં કેટલાંક વાઇરલ ઇન્ફેક્શન્સથી બચાવે છે.

કૅપ્સ્ટોન પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવેલી એ બેન્ચ સ્કૂલની ઍન્યુઅલ ટેક્નૉલૉજી ઇવેન્ટ કોલોક્વિયમ-20202 દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવી હતી. પાંચ વિદ્યાર્થિનીઓ નિર્વાણી જૈન, અર્શિયા જૈતલી, સુહાની શર્મા, ગુરનૂર કૌર અને માનસી અગ્રવાલ તેમના પ્રયોગો દ્વારા વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપતી બેન્ચ બનાવવામાં સફળતા બાદ હવે એના લાર્જ સ્કેલ ટેસ્ટિંગ માટે પ્રયત્નશીલ છે. ત્યાર પછી એ પ્રકારની બેન્ચ આખી સ્કૂલમાં ગોઠવવાની વ્યવસ્થા કરશે.

offbeat news hatke news haryana national news