વાઘની જેમ દેખાવા માટે કૂતરા સાથે કર્યું આવું કામ, લોકો રોષે ભરાયા

01 September, 2020 05:45 PM IST  |  Malaysia | Gujarati Mid-day Online Correspondent

વાઘની જેમ દેખાવા માટે કૂતરા સાથે કર્યું આવું કામ, લોકો રોષે ભરાયા

કૂતરો

કોરોના વાઈરસના ફેલાયેલા આંતક વચ્ચે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પણ હાલ સરકારે થોડી છૂટછાટ સાથે લૉકડાઉનના નિયમ પાળવાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ત્યારે તમે ઘણી વાર સોશિયલ મીડિયા પર પ્રાણી અને પક્ષીના વીડિયોઝ વાઈરલ થતા જોયા હશે. હાલ મલેશિયાથી એક એવી ઘટના સામે આવી છે કે, તમે જોઈને કન્ફ્યૂઝ થઈ જશો કે આ ડૉગ છે કે વાઘ..

મલેશિયમાં એક કૂતરાને વાઘ સમાન દેખાવા માટે એના શરીર પર નારંગી અને કાળા રંગના પટ્ટા બનાવી દીધા હતા. આ જોઈને અધિકારીઓ અને પશુ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે. પર્સટુઆન હૈવાન મલેશિયા અથવા મલેશિયન એનિમલ એસોસિએશને કૂતરાની તસવીર ફૅસબુર પર શૅર કરી છે. જેમાં તેઓએ આવું કરવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આરોપીઓને પકડવાની માંગ કરી છે.

પ્રાણી અધિકાર જૂથે કૂતરાને રંગ કરનાર માટે જવાબદાર લોકોને શોધી કાઢવાના પ્રયાસમાં આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા અપીલ કરી છે. વિરોધીઓ દલીલ કરે છે કે પ્રાણીઓ પર વપરાતા પેઇન્ટ ઝેરી અને સંભવિત હાનિકારક હોઈ શકે છે.

પ્રાણી અધિકાર જૂથે કૂતરાની ચાર તસવીર શૅર કરતા લખ્યું, પશુ મલેશિયાની મદદ કરવા માટે આના ઓળખ કરે અને જણાવો કે આ પ્રાણી કોનું છે. તે તસવીરોમાં જોઈ શકાય છે કે કૂતરાના શરીર પર પેઇન્ટિંગ કરાયું છે. પેઈન્ટ એકદમ એવી રીતે કરવામાં આવ્યો છે, જેથી તે વાઘની જેમ દેખાય. તે રસ્તા પર રખડી રહ્યો છે. તેના પગ અને શરીર પર કાળા પટ્ટાઓ બનાવવામાં આવ્યા છે.

આ પોસ્ટ સાથે સંસ્થાએ જાણકારી આપનારને મિસ્ટ્રી એવોર્ડ આપવાનું વચન પણ આપ્યું છે. ફેસબુક પર આ પોસ્ટ એકદમ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ 3000થી વધારે લોકોએ શૅર કરી છે. અત્યાર સુધી આ પોસ્ટ પર 6000થી વધારે લાઈક્સ અને 1000થી વધારે લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ આ કૂતરાને મિની ટાઈગર કહ્યું, તો કેટલાક લોકોએ પેઈન્ટ કરનારને સજા આપવાની માંગ કરી છે.

malaysia offbeat news hatke news international news