કૂતરાનું ગલૂડિયું સમજીને ઘરે લવાયેલું પ્રાણી શિયાળ નીકળ્યું

06 April, 2020 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૂતરાનું ગલૂડિયું સમજીને ઘરે લવાયેલું પ્રાણી શિયાળ નીકળ્યું

શિયાળ

બ્રિટનમાં એક કન્સ્ટ્રક્શન-સાઇટ પર રખડતું ગલૂડિયું એક માણસ તેના ઘરે લઈ ગયા પછી તપાસ કરતાં એ શિયાળનું બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું. એ માણસ સ્પીક વિસ્તારની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી કૂતરાનું બચ્ચું સમજીને ઘરે લઈ ગયો હતો. તેને થોડા વખતમાં જ એ શિયાળનું બચ્ચું હોવાનો ખ્યાલ આવ્યો હતો. એ માણસે ઍનિમલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. ત્યાર પછી ઍનિમલ વેલ્ફેર ઑફિસર મૅટ બ્રાઉન તેના ઘરે જઈને બચ્ચાને લઈ ગયા હતા. એ બચ્ચાને પછીથી નેન્થવિચ સ્થિત સ્ટેપલી ગ્રેન્જ વાઇલ્ડ લાઇફ સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું.

offbeat news hatke news international news