તાડોબા જંગલના બ્લૅક પૅન્થરના શરીર પર જોવા મળ્યા સ્પૉટ્સ

28 July, 2020 07:07 AM IST  |  Maharashtra | Gujarati Mid-day Correspondent

તાડોબા જંગલના બ્લૅક પૅન્થરના શરીર પર જોવા મળ્યા સ્પૉટ્સ

બ્લૅક પૅન્થર

તાજેતરમાં વિદર્ભના તાડોબા જંગલના સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટોગ્રાફમાં બ્લૅક પૅન્થરના શરીર પર સ્પૉટ્સ દેખાતાં સોશ્યલ મીડિયા પર આ તસવીરો વાઇરલ થઈ છે. સામાન્ય રીતે વાઘના શરીર પર ચટાપટા અને દીપડા કે ચિત્તાના ચામડા પર ખાસ પૅચ કે સ્પૉટ્સની ડિઝાઇન હોય છે, પરંતુ સફેદ વાઘ કે બ્લૅક પૅન્થરની બૉડી પર આવા કોઈ પૅચ હોતા નથી. જોકે તાજેતરમાં વિદર્ભના તાડોબા જંગલના એક બ્લૅક પૅન્થરની તસવીરમાં એના શરીર પર ચિત્તા કે દીપડાને મળતા આવતા સ્પૉટ્સ નજરે ચડ્યા છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વાઇલ્ડ ઇન્ડિયા નામના અકાઉન્ટ પર તાડોબા અંધારી ટાઇગર રિઝર્વના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે એમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અભિષેક પાગનીસે લીધેલા કાળા ચિત્તાના ફોટોગ્રાફ્સ પણ છે. એ ફોટોગ્રાફ્સની નીચે કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘તાડોબાનો બઘીરા, બ્લૅક પેન્થર કે મેલાનિસ્ટિક ટાઇગર નામે ઓળખાતાં જંગલનાં દુર્લભ પ્રાણીઓ બરાબર આવાં દેખાય છે. કુદરતની આ સુંદરતા અભિષેક પાગનીસના કૅમેરામાં ઝડપાઈ છે.’

maharashtra offbeat news hatke news