ઇન્ડોનેશિયામાં સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર જેવા હીરો કોરોના સામે લડે છે

06 May, 2020 09:11 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયામાં સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર જેવા હીરો કોરોના સામે લડે છે

સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર જેવા હીરોઝ કોરોના સામે લડે છે

કોરોનાના રોગચાળા સામે લડત માટે ચેન્નઈના ટ્રાફિક-પોલીસમૅન રીતસર કોરોનાની ડિઝાઇનની હેલ્મેટ પહેરીને ડ્યુટી કરે છે. ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી પણ પોલીસ તથા અન્યો જાતજાતની વેશભૂષા ધારણ કરીને ફરતા હતા અને લોકોને ઘરમાં રહેવા તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના સંદેશ આપી રહ્યા છે. ફ્લૉરિડાના વકીલ ગ્રીમ રિપર એટલે કે પશ્ચિમી યમરાજના વેશમાં આખા રાજ્યના બીચ પર ફરવા નીકળ્યા છે. એ રીતે ઇન્ડોનેશિયાના જાવા ટાપુનાં શહેરોમાં કોરોના સામે લડત આપનારા વિવિધ ક્ષેત્રોના કાર્યકરો જાતે વેશભૂષા ધારણ કરે છે. સફાઈ-કામદારો બ્લૅક પૅન્થર્સ અને સ્પાઇડરમૅનનાં વસ્ત્રો ધારણ કરીને જુદાં-જુદાં ઠેકાણે ડિસઇન્ફેક્ટન્ટ દવા છાંટે છે. મહાભારતની કથાનું પાત્ર ઘટોત્કચ રસ્તા પર બૂમ પાડીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપે છે. મહાભારતનાં મુખ્ય પાત્રોમાં એક ભીમનો પુત્ર ઘટોત્કચ ઇન્ડોનેશિયા સહિત અગ્નિ એશિયાના દેશોમાં ખૂબ લોકપ્રિય છે. એ સુપરહીરો લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા, ઘરમાં રહેવા, બહાર જાય તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વગેરે બાબતોના સંદેશ આપે છે. એ લોકો જનતાને માસ્ક પહેરવા અને હાથ ધોવાની રીત સમજાવે છે.

indonesia coronavirus covid19 offbeat news hatke news