સ્વતંત્રતા દિવસ નિમિત્તે બની મહાત્મા ગાંધીની ખાસ તસવીરો

16 August, 2020 07:08 AM IST  |  UAE | Gujarati Mid-day Correspondent

સ્વતંત્રતા દિવસ નિમિત્તે બની મહાત્મા ગાંધીની ખાસ તસવીરો

મહાત્મા ગાંધી

યુનાઇટેડ આરબ અમીરાતમાં રહેતાં ભારતીય આર્ટિસ્ટે ભારતના ૭૪મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ આર્ટવર્ક તૈયાર કર્યું છે. શારજહાંમાં રહેતાં રશિદા આદિલે ત્રણ મહિનાની મહેનત બાદ જૂનાં બટનની ગોઠવણીઓ દ્વારા ભારતને સ્વતંત્રતા અપાવનારા બાપુ મહાત્માગાંધીનું પોર્ટ્રેટ બનાવ્યું છે. રશિદા રિસાઇકલ થયેલી ચીજોમાંથી આર્ટવર્ક બનાવવામાં માહેર છે. તેમણે રોજના ચાર કલાક આ પોર્ટ્રેટ બનાવવા પાછળ ખર્ચીને લગભગ ત્રણ મહિના બાદ ખાસ સ્વતંત્રતા દિવસ માટે ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હતું. ઑરેન્જ, ગ્રીન, વાઇટ, બ્લૅક બટન્સનો ઉપયોગ કરીને ગાંધીજીની તસવીરની સાથે પાછળ રાષ્ટ્રધ્વજની આભા પણ ઊભી કરી છે.

રેકૉર્ડબ્રેક કૉફી પેઇન્ટિંગ

ચેન્નઈના શિવ રામન નામના કલાકારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સૌથી મોટું કૉફી પેઇન્ટિંગ બનાવીને નવો વિક્રમ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. હિન્દુસ્થાન ઇન્ટરનૅશનલ સ્કૂલ સાથે સંકળાયેલા શિવ રમણે ૧૮૫.૮ સ્ક્વેર મીટરનું મહાત્મા ગાંધીનું પોર્ટ્રેટ પેઇન્ટ કર્યું છે અને એ પણ માત્ર કૉફી પાઉડરની મદદથી. એમાં માત્ર એક જ ચહેરો નથી, પણ ૭૩ ચહેરા છે. ૧૪મી ઑગસ્ટ, શુક્રવારે સવારે છ વાગ્યાથી શરૂ કરીને ૧૫મી ઑગસ્ટની વહેલી સવારના છ વાગ્યા સુધી મહેનત કરીને આ આર્ટવર્ક તૈયાર થયું હતું.

united arab emirates dubai offbeat news hatke news international news independence day mahatma gandhi