લુધિયાણામાં શરૂ થઈ ખાસ ડૉગીઓ માટેની બ્લડ-બૅન્ક

19 September, 2020 07:10 AM IST  |  Ludhiana | Gujarati Mid-day Correspondent

લુધિયાણામાં શરૂ થઈ ખાસ ડૉગીઓ માટેની બ્લડ-બૅન્ક

ડૉગીઓ માટેની બ્લડ-બૅન્ક

ડૉગીઓ જીવિત રહેવાની સંભાવનાઓ બહેતર બનાવવા માટે બાયો-ટેક્નૉલૉજી વિભાગની મંજૂરી મળ્યા બાદ પંજાબના લુધિયાણા શહેરમાં ડૉગીઓ માટેની પ્રથમ બ્લડ-બૅન્ક શરૂ કરવામાં આવી છે.

એક સ્થાનિક ડૉક્ટરે કહ્યા મુજબ વર્ષે લગભગ ૨૫,૦૦૦ ડૉગીઓના કેસ આવે છે, જેમાંથી ૫૦૦થી ૬૦૦ કેસમાં ડૉગીઓમાં હિમોગ્લોબીનનું સ્તર ઓછું હોય છે. લગભગ ૨૫ રાજ્યોએ ડૉગી માટે બ્લડ-બૅન્ક માટે અરજી કરી છે. જોકે ડિપાર્ટમેન્ટ ઑફ બાયો ટેક્નૉલૉજીએ ચેન્નઈ અને પંજાબ એમ બે જ રાજ્યોને મંજૂરી આપી છે. અગાઉ એક ડૉગીનું લોહી બીજા ડૉગીને ચડાવવામાં આવતું હતું, પરંતુ હવે બ્લડ-બૅન્ક હોવાથી લોહીના ત્રણેય કમ્પોનન્ટ એટલે કે આરબીસી, પ્લાઝમા અને પ્લેટલેટ્સ એમ લોહીનો સંગ્રહ કરી શકાશે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૧૨૫ ડૉગીને લોહી ચડાવવામાં આવ્યું છે.

ludhiana offbeat news hatke news national news