એકાંતવાસમાં આ ઍથ્લીટભાઈ 10 કલાકમાં 61 કિલોમીટર દોડ્યા

20 March, 2020 07:59 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

એકાંતવાસમાં આ ઍથ્લીટભાઈ 10 કલાકમાં 61 કિલોમીટર દોડ્યા

ટ્રાયઍથ્લીટ જેવિયર કેસ્ટ્રોવર્ડ

કોરોનાને કારણે ક્વૉરન્ટીન થયેલા લોકો વિવિધ રેક્રીએશનલ ઍક્ટિવિટી દ્વારા ફ્રેશ રહેવાની કોશિશ કરે છે. કોઈક બાલ્કનીમાં વર્કઆઉટ કરે છે તો કોઈ ટેનિસ રમે છે અને ગીતો ગાય છે. જોકે સ્પેનના ગેલિસિયા પ્રાંતનો ટ્રાયઍથ્લીટ જેવિયર કેસ્ટ્રોવર્ડ ક્વૉરન્ટીનની શરતો જાળવવા માટે હાલમાં એકલો રહે છે. એકાંતવાસ દરમ્યાન ઊંઘવા, નેટફ્લિક્સ જોવા કે સોશ્યલ મીડિયા પર સમય પસાર કરવાને બદલે તેણે ખૂબ કસરત કરી છે.

આ પણ વાંચો : ચીઝના ટુકડાને સાબુ સમજીને આ બહેન એનાથી હાથ ધોતાં રહ્યાં

જેવિયરે એકાંતવાસ દરમ્યાન ૧૦ કલાકમાં ૬૧ કિલોમીટરથી વધારે દોડીને  એનો રેકૉર્ડ સ્માર્ટફોન પર રાખ્યો છે. એ રેકૉર્ડ જાહેર કર્યો ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું, કેમ કે આ બધું તેણે માત્ર ૪ સ્ક્વેર મીટરના હૉલમાં કર્યું હતું. આ પ્રેરણા ચીનના એક મૅરથૉન રનર  પાસેથી મળી હતી. જેવિયરે અન્યોને પ્રેરણા આપવા માટે આ સાહસ કર્યું હતું,

spain offbeat news hatke news