ચિત્ર એક, પણ જુદા-જુદા ઍન્ગલથી જુદા-જુદા ચહેરા

13 September, 2020 07:42 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

ચિત્ર એક, પણ જુદા-જુદા ઍન્ગલથી જુદા-જુદા ચહેરા

એક ચિત્રમાં જુદા જુદા ચહેરા

પવનની દિશામાં ફરતાં કાઇનેટિક (ગતિશીલ) શિલ્પોની માફક કાઇનેટિક વૉલ આર્ટ પણ હાલમાં ઘણાં મશહૂર થયાં છે. સ્પેનના ગિરોના પ્રાંતનો સર્જેઇ સદેનાસ કાઇનેટિક વૉલ આર્ટનો સક્ષમ કલાકાર મનાય છે. સર્જેઇ કાઇનેટિક વૉલ આર્ટમાં આજુબાજુના બે પટ્ટા પર અલગ-અલગ વ્યક્તિના ચહેરાના આકાર ચીતરે છે. એ પેઇન્ટિંગ વિરુદ્ધ દિશામાંથી જોતાં કોઈ સાવ જુદી વ્યક્તિનો ચહેરો દેખાય છે. સર્જેઇ સદેનાસે આર્ટિસ્ટિક આઇરનમોન્ગરી શીખીને કુટુંબનો પરંપરાગત ફાઉન્ડ્રી બિઝનેસ અપનાવ્યો હતો. આર્ટ ગૅલરીઝમાં કાઇનેટિક આર્ટની કલાકૃતિઓનાં પ્રદર્શન યોજી ચૂકેલો ૩૦ વર્ષનો સર્જેઈ અન્ય કલા માધ્યમોનો પણ અભ્યાસ કરતો રહે છે.

spain offbeat news hatke news international news