બ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે એમાંથી પતંગિયું બનાવ્યું

30 June, 2020 07:49 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

બ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે એમાંથી પતંગિયું બનાવ્યું

ઈયળમાંથી બનાવ્યુ પતંગિયું

તમે ફ્લાવર કે બ્રોકલી જેવી શાકભાજી લાવો અને એમાંથી જો ઇયળ નીકળે તો શું કરો? ઇયળની સાથે જ બ્રોકલીને પણ ફેંકી દઈએ. જોકે સ્પેનમાં રહેતા સૅમ ડૉર્સલ નામના ભાઈએ બ્રોકલીમાંથી મળેલી ઇયળનું જે કર્યું એ વિશે કોઈ વિચારી પણ ન શકે. તેણે શાક બનાવવા માટે બ્રોકલી સમારી ત્યારે અંદરથી નીકળેલી કૅટરપિલરને એમ જ ફેંકી દેવાને બદલે એનું નામ પાડીને અેને ડબ્બીમાં ભરી રાખી. સૅમે એનું નામ સૅડ્રિક રાખ્યું. ઇયળવાળી બ્રોકલી તેણે સુપરમાર્કેટવાળાને બતાવી તો તેમણે એને રિપ્લેસ કરી આપી. જોકે એ જે નવી બ્રોકલીઓ આવી એમાં પણ બીજી કુલ છ ઇયળો નીકળી. હવે તો સૅમ ઇયળ કેવી રીતે પેદા થાય છે એ જોવા સમજવા માગતો હતો એટલે તેણે એ ઇયળને અલગ બૉટલમાં ભરી લીધી. એને ખાવા માટે ખૂબબધી બ્રોકલી પણ આપી. લગભગ ત્રીસ કલાક બાદ આ સાત ઇયળો મેટાપૉડ બની ગઈ અને પછી મેટાપૉડમાંથી એ પતંગિયાનું કકુન બની ગયું. આ કકુનમાંથી ધીમે-ધીમે પતંગિયું બની ગયું. સાતેય પતંગિયાઓનાં સૅમભાઈએ નામ પાડ્યાં છે અને હવે તેમના બગીચામાં એ પાળેલાં હોય એમ ફુદકે છે.

spain offbeat news hatke news international news