બે લાખ રૂપિયા વૉશિંગ મશીનમાં ધોયા, સૂકવવા અવનમાં મૂકતાં બળી ગઈ

05 August, 2020 07:14 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

બે લાખ રૂપિયા વૉશિંગ મશીનમાં ધોયા, સૂકવવા અવનમાં મૂકતાં બળી ગઈ

બે લાખ રૂપિયા વૉશિંગ મશીનમાં ધોયા

સાઉથ કોરિયાની એક વ્યક્તિને કોરોના-ઇન્ફેક્શનનો એટલોબધો ડર લાગ્યો કે તેણે લગભગ બે લાખ રૂપિયાની ચલણી નોટો વૉશિંગ મશીનમાં ધોઈ નાખી હતી. આવું ધોવાણ કરનાર પુરુષ છે કે સ્ત્રી એ સ્પષ્ટ થયું નહોતું, પરંતુ કુટુંબના સભ્યના અવસાન નિમિત્તે શોક વ્યક્ત કરવા ગયેલા લોકોએ સહાય કે સહાનુભૂતિરૂપે આપેલા એ પૈસા (કોન્ડોલન્સ મની) હતા. ઘણાબધા લોકોએ આ ચલણી નોટો આપેલી એટલે એના પર કોરોનાના અંશ હશે એવું ધારીને  આ વ્યક્તિએ વૉશિંગ મશીનમાં નોટો નાખીને ધોઈ નાખી હતી. અલબત્ત એનું પરિણામ તો સારું ન હોય એ સ્વાભાવિક છે. ધોવાણ બાદ ભાગ્યે જ કોઈ ચલણી નોટ સારી સ્થિતિમાં હતી. હજી આટલું ઓછું હોય એમ તેણે ભીની થઈ ગયેલી નોટોને અવનમાં મૂકીને સૂકવવાની કોશિશ કરતાં એ અડધીપડધી બળી ગઈ હતી. આવી નોટને રિપ્લેસ કરી આપવાની બૅન્કે પણ ના પાડી દીધી હતી.

south korea offbeat news hatke news