કૉફી બનાવતો અને કસ્ટમર્સને સર્વ કરતો રોબો છે સાઉથ કોરિયાના કૅફેમાં

27 May, 2020 08:02 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

કૉફી બનાવતો અને કસ્ટમર્સને સર્વ કરતો રોબો છે સાઉથ કોરિયાના કૅફેમાં

કૉફી સર્વ કરતો રોબો

દક્ષિણ કોરિયાના દાજેયોં શહેરની એક રેસ્ટોરાંમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના ઉદ્દેશથી ઑર્ડર કરાયેલી વાનગીઓ પીરસવા સહિતનાં કામ રોબો બરિસ્તા દ્વારા કરાવે છે. ગ્રાહકો એકબીજાની સાવ નજીક ન આવે અને શિસ્ત જળવાય એ માટે બરિસ્તા રેસ્ટોરાંના પરિસરમાં રોબો સતત ભમતો રહે છે. એ રોબો વાનગીઓ પીરસવાનું અને વાનગીઓનાં વખાણ કરવાનું કામ પણ કરે છે. એ રોબો ૬૦ જાતની કૉફી અને કેટલાંક ડ્રિન્ક્સ પણ બનાવે છે. 

સરકારી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં સ્માર્ટ ફૅક્ટરી સૉલ્યુશન પ્રોવાઇડર વિઝન સેમીકોને રોબો બરિસ્તા ડેવલપ કર્યો છે. આ રોબોના ઉત્પાદકો લગભગ ૩૦ રેસ્ટોરાંમાં આવા રોબો સપ્લાય કરવા ઇચ્છે છે.

south korea offbeat news hatke news international news