સતત 35 કલાક કરાઓકે પાર્ટીનો આ જોડીએ વિક્રમ બનાવ્યો

29 August, 2020 07:30 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

સતત 35 કલાક કરાઓકે પાર્ટીનો આ જોડીએ વિક્રમ બનાવ્યો

કરાઓકે પાર્ટીનો આ જોડીએ વિક્રમ બનાવ્યો

સતત પચીસ કલાક સુધી કરાઓકે મૅરથૉન સિન્ગિંગનો વિક્રમ સાઉથ આફ્રિકાની જોડીએ તોડ્યો હતો. સાઉથ આફ્રિકાના જૅકલિન રિટ્ઝ અને રિનસ લોટ્ઝે સતત ૩૫ કલાક સુધી કરાઓકે પર ગીતો ગાઈને અગાઉ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયેલા પચીસ કલાકના વિક્રમને તોડ્યો હતો. જૅકલિન અને રિનસે મૂળ ૪૮ કલાક ગાવાનું આયોજન કર્યું હતું, પરંતુ તેમનો પ્રોગ્રામ ૩૫ કલાકે અટકી ગયો હતો. આ જોડીએ કરેલા કરાઓકે પ્રોગ્રામને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો. જૅકલિન અને રિનસ સાઉથ આફ્રિકાના બાર્બર્ટન નજીકના ડિક્સી ફાર્મ પાસે એક ચર્ચના બાંધકામ માટે ભંડોળ એકઠું કરવા માટે આયોજન કરી રહ્યા છે. એ બન્ને ૫૮૬૬ ડૉલર (અંદાજે ૪.૩૦ લાખ રૂપિયા) એકઠા કરવાના પ્રયાસ કરે છે. એમાંથી ૧૮૭૭ ડૉલર (અંદાજે ૧.૩૮ લાખ રૂપિયા) કરાઓકેના ૩૫  કલાક ગાયનના કાર્યક્રમ દ્વારા ભેગા કરી શકાયા હતા.

south africa offbeat news hatke news