કળયુગનો 'શ્રવણકુમાર', માતાને સાઈકલ પર બાસ્કેટમાં બેસાડી નેપાળ રવાના

05 May, 2020 10:25 AM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

કળયુગનો 'શ્રવણકુમાર', માતાને સાઈકલ પર બાસ્કેટમાં બેસાડી નેપાળ રવાના

કળયુગનો 'શ્રવણકુમાર'

લૉકડાઉનના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે લોકો બહાર ગયા ત્યાં એ લોકો પોતાના વતને પાછા ફર્યા જ નથી અને લંબાતા લૉકડાઉનના લીધે લોકો જીવ જોખમમાં નાખીને પોતાના ઘરે પહોંચી રહ્યા છે. ઘણા લોકો તો પળપાળે 1500 કિલોમીટરનું અંતર કાપીને પણ પોતાના વતને પાછા ફર્યા છે. હાલ એક મા-દીકરાનો પોતાને ઘરે જતો એક હ્રદય કંપી જાય તેવો ફોટા સામે આવ્યા છે.

પટના શહેરમાં ખાનગી કંપનીમાં કામ કરતો શેર શિંહ નામનો યુવક પોતાની માતાને સાઇકલની પાછળ ફ્રુટ બાસ્કેટમાં બેસાડીને નેપાળ તરફ જવા માટે રવાના થયો છે. આટલા આકરા ગરમીના તાપમાં સાઈકલ પર માતાને લઈ જઈ રહેલા શેર સિંહને લોકો કોરોનાના સંકટ સમયનો 'શ્રવણકુમાર' કહી રહ્યા છે. શેર સિંહે લોકોને શ્રવણ યાદ કરાવ્યો, જેણે અંધ માતા-પિતાનો વજન પોતાના ખભા પર ઉંચકીને તેમને તીર્થયાત્રા કરાવી હતી અને આ શ્રવણ પોતાની માતાને સાઈકલ પર લઈને ગામ જવા રવાના થયો છે.

શેર સિંહ પટના શહેરમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેની પત્ની અને બાળકો નેપાળમાં છે. શેર સિંહની માતા યશોદા તેની સાથે જ રહેતી હતી. લોકડાઉન દરમિયાન માતાને ઘરે જવું હતું આથી દીકરો તેમને સાઇકલ પર લઈને ઘરે જવા ઉપડી પડ્યો છે. લૉકડાઉનના કારણે કંપની બંધ થવાથી અને પરિવાર નેપાળમાં રહેવાથી એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. એણે નેપાળ સુધી જવાનો અનોખો રસ્તો સૂજ્યો. સાઈકલ પાછળ ફ્રૂટની બાસ્કેટ બાંધીને એમાં કપડા રાખીને બેસવા માટે સીટ તૈયાર કરી, પછી એમા પોતાની 70 વર્ષીય માતાને બેસાડી અને 1000 કિલોમીટરથી વધારે લાંબો પ્રવાસ એણે કર્યો.

સતત સાઈકલ ચલાવીને દીકરાના જીભ પર ઈજા થઈ ગઈ. એટલે તેને બોલવામાં તકલીફ થઈ રહી હતી. લોકોના સવાલ પર શેર સિંહે જણાવ્યું કે હું માતાને લઈને નેપાળ જઈ રહ્યો છું. પત્ની અને બાળકો નેપાળમાં જ છે. જેણે પણ મા-દીકરીનું આ દૃશ્ય જોયું, એ લોકોનું કાળજુ કંપાઈ ગયું. સાઈકલ પર સવાર શેર સિંહને જોઈને લોકો બોલ્યા- આ તો કળયુગમાં કોરોના કાળનો શ્રવણ કુમાર છે.

patna nepal offbeat news hatke news national news