ચટણીની જેમ બ્લેન્ડરમાં વાટી નાખ્યો સ્માર્ટફોન

15 March, 2019 12:54 PM IST  | 

ચટણીની જેમ બ્લેન્ડરમાં વાટી નાખ્યો સ્માર્ટફોન

પ્રતીકાત્મકતસવીર

આપણે સાંભળ્યું છે કે ઇલેક્ટ્રૉનિક વેસ્ટમાંથી સોનું અને ચાંદી નીકળે છે, પરંતુ એ કેટલી માત્રામાં હોય છે એ સમજવા માટે કેટલાક સાયન્ટિસ્ટોએ પ્રયોગ કર્યો. આમ તો સ્માટફોન બનાવતી કંપનીઓની ફૉર્મ્યુલા જાણી લે તો પણ આ રાઝ ખૂલી જાય, પરંતુ સાયન્ટિસ્ટોને એ જાણવું હતું કે વપરાયેલા મોબાઇલના હૅન્ડસેટમાંથી કઈ ધાતુઓ કેટલી માત્રામાં પાછી મેળવી શકાય એમ છે. આ જાણવા માટે બ્રિટનની યુનિવર્સિટી ઑફ પ્લેમાઉથના રિસર્ચરોએ એક સ્માર્ટફોન લીધો અને એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યો. જ્યારે મિક્સરમાં એના બારીક ટુકડા થઈ ગયા એ પછી ભૂકાને અત્યંત ઊંચા તાપમાને તપાવવામાં આવ્યો અને પછી એમાં સોડિયમ પેરોક્સાઇડ મેળવવામાં આવ્યું. આમ કરીને તેમણે વિવિધ ધાતુઓના અણુઓને છૂટા પાડ્યા. આ અભ્યાસનો નિષ્કર્ષ કહે છે કે એક હૅન્ડસેટમાં ૩૩ ગ્રામ આયર્ન, ૧૩ ગ્રામ સિલિકૉન, ૭ ગ્રામ ક્રોમિયમ, ૯૦૦ મિલીગ્રામ ટંગસ્ટન, ૭૦ મિલીગ્રામ કોબાલ્ટ, ૭૦ મિલીગ્રામ મોલિબ્ડીનમ, ૧૬૦ મિલીગ્રામ નીઓડિનમ, ૩૦ મિલીગ્રામ પ્રેસીઓડિનમ જેવી ધાતુઓ હોય છે. એમાં ૯૦ મિલીગ્રામ ચાંદી અને ૩૬ મિલીગ્રામ જેટલું સોનું પણ હોય છે.

offbeat news hatke news