આ વિશિષ્ટ સ્માર્ટ માસ્ક પહેરશો તો આઠ ભાષામાં બોલી શકશો

08 August, 2020 08:07 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આ વિશિષ્ટ સ્માર્ટ માસ્ક પહેરશો તો આઠ ભાષામાં બોલી શકશો

આ માસ્ક પહેરશો તો આઠ ભાષામાં બોલી શકશો

તમે કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટે માસ્ક પહેરતા હો અને જપાનનો એક વિશિષ્ટ માસ્ક પહેરશો તો ૮ ભાષામાં બોલી શકશો. કોરોના-ઇન્ફેક્શનથી રક્ષણ માટે N95 માસ્કના સુરક્ષિત ઉપયોગમાં આવતી અડચણો દૂર કરવા જપાનના સંશોધકોએ નવી ટેક્નૉલૉજીના માસ્કનું સંશોધન કર્યું છે. સામાન્ય રીતે વાતચીત કરતી વખતે કે ભાષણ કરતી વખતે લોકો N95 જેવા કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટેના માસ્ક હટાવી લેતા હોય છે, પરંતુ એ રીતે હંગામી ધોરણે પણ ઇન્ફેક્શન સામે રક્ષણથી વંચિત રહેવું ન પડે એવી જોગવાઈ સાથેના C-masks જપાની સંશોધકોએ બનાવ્યા છે. એ માસ્કને મોબાઇલ ફોનના બ્લુ ટૂથ સાથે પણ જોડતાં સક્રિય બને છે. સિલિકૉન અને વાઇટ પ્લાસ્ટિકના C-masksમાં ઇન્ટિગ્રેટેડ માઇક્રોફોન હોય છે, જે એ માસ્ક પહેરનારના સ્માર્ટફોન સાથે બ્લુ ટૂથ વડે જોડાય છે. એમાં પહેરનાર વ્યક્તિ જે ભાષામાં બોલે એમાંથી ૮ ભાષામાં અનુવાદની પણ વ્યવસ્થા છે.

ઑસ્ટ્રેલિયામાં કોરોના-ઇન્ફેક્શન ઘણું વ્યાપક હોવાથી સ્થાનિક નિષ્ણાતો N95 માસ્ક તેમ જ જપાનના નવા પ્રકારના C-masksનો પણ ઉપયોગ કરવાનું લોકોને સમજાવવાનું અભિયાન ચલાવે છે.

japan offbeat news hatke news international news coronavirus