વીમાની રકમ મેળવવા માટે પોતે જ પોતાનો હાથ કાપી નાખ્યો

13 September, 2020 07:42 AM IST  |  Slovenia | Gujarati Mid-day Correspondent

વીમાની રકમ મેળવવા માટે પોતે જ પોતાનો હાથ કાપી નાખ્યો

વીમાની રકમ મેળવવા માટે પોતાનો હાથ કાપી નાખ્યો

સ્લોવેનિયાની જુલિયા નામની બાવીસ વર્ષની કન્યાએ લગભગ એક વર્ષ પહેલાં પાંચ જુદી-જુદી વીમા-કંપનીઓ પાસે ૧૦ લાખ યુરો (લગભગ ૮૭૦.૫૨ લાખ રૂપિયા)નો વીમો કરાવ્યો હતો, જેમાંથી અડધા તેને તાત્કાલિક અને બાકીની રકમ દર મહિને નિયમિત રકમના હપ્તામાં ચૂકવવામાં આવવાની હતી.

જોકે આ રકમનું ક્લેઝ મેળવવા માટે જુલિયાએ શૉર્ટકટ અજમાવવાની કોશિશ કરી હતી, જે ઊંધા માથે પડી હતી. વાત એમ હતી કે તેણે કાયમી પંગુતા દર્શાવવા માટે પોતાનો હાથ કરવતથી કાપી નાખ્યો હતો. એ પછી આ યુવતીના પિતા અને બૉયફ્રેન્ડ યુવતીનો કપાયેલો હાથ લીધા વિના જ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે પછીથી પોલીસે તેનો કપાયેલો હાથ તેના ઘરેથી મેળવ્યો હતો.

સ્લોવેનિયાની લ્યુબ્લ્યાના ડિસ્ટ્રિક્ટ કોર્ટે ખોટી રીતે વીમાની રકમ મેળવવા માટે જાણીજોઈને કરવતથી પોતાનો હાથ કાપી નાખવા બદલ જુલિયાને બે વર્ષની જેલની સજા કરી હતી અને તેના બૉયફ્રેન્ડને ત્રણ વર્ષની તથા પિતાને એક વર્ષની કેદની સજા કરી હતી.

offbeat news hatke news international news