300 લોકોએ મળીને આખો કોઠાર ઊંચકીને ખેતરના બીજા છેડે ખસેડ્યો

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

300 લોકોએ મળીને આખો કોઠાર ઊંચકીને ખેતરના બીજા છેડે ખસેડ્યો

શેડ

મિત્રોનો સાથ વિશ્વભરમાં હંમેશાં સર્વોચ્ચ રહ્યો છે, જો મિત્રોનો સાથ મળે તો. મશીનરીની પણ આવશ્યકતા રહેતી નથી. ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં લગભગ ૩૦૦ જેટલા માનવો મળીને ધાતુના બનેલા કોઠારને ખેતરના એક છેડેથી બીજા છેડા સુધી લઈ જઈ રહ્યા છે. એક વ્યક્તિ ધાતુના બનેલા શેડને ખસેડનારા લોકોને દિશાસૂચન કરી રહ્યો છે.

દૂરથી જોઈએ તો કોઠારની નીચે ચાલતા પગ દેખાઈ રહ્યા છે. એક સ્થળે કોઠારને નીચું કરાયું હોવાથી એવો આભાસ થાય છે જાણે કોઠાર આપમેળે ખસી રહ્યું છે. અમીશ સમાજમાં કોઈને મદદ જોઈતી હોય તો આખો સમાજ તેના પડખે ઊભો રહી જાય છે. અમીશ સમાજના લોકો મેટલ શેડ કે ફાર્મહાઉસનું સ્થળાંતર કરવા માટે મશીનરી નહીં, મિત્રોના હાથ અને સાથનો ઉપયોગ કરે છે.

offbeat news hatke news