જાતે જ સાફ થઈ જાય એવી અન્ડરવેઅર ધોયા વિના આખો મહિનો પહેરી શકાશે

22 February, 2021 09:15 AM IST  |  Minnesota | Gujarati Mid-day Correspondent

જાતે જ સાફ થઈ જાય એવી અન્ડરવેઅર ધોયા વિના આખો મહિનો પહેરી શકાશે

અન્ડરવેઅર

અમેરિકાના મિનેસોટા સ્થિત કંપની હરકોલોને મહિનાઓ સુધી ધોયા વિના વાપરવામાં આવે તો પણ ગંદી વાસ ન આવે એવાં આંતર્વસ્ત્ર તૈયાર કર્યાં છે. અનેક દિવસ, અઠવાડિયાં કે મહિનાઓ સુધી પહેરી શકાતી કરીબી અન્ડરવેરને વિશ્વનાં સ્વચ્છતમ આંતર્વસ્ત્રો લેખી શકાય.સામાન્ય રીતે આંતર્વસ્ત્રની જોડ એક કરતાં વધુ દિવસ ન પહેરી શકવા પાછળનું મુખ્ય કારણ એમાંથી આવતી બદબૂ હોય છે. જોકે કરીબી આંતર્વસ્ત્રને તમે સળંગ એક મહિના સુધી પણ પહેરી શકો છો. જોકે એ માટે એક પૂર્વશરત છે કે આ વસ્ત્રોને કાઢ્યા બાદ થોડી વાર હવામાં સુકાવા દેવાં જોઈએ, જેથી એ ફરી પહેરવાલાયક થઈ જાય છે. કંપનીએ જણાવ્યા મુજબ આ આંતર્વસ્ત્ર બામ્બુ, નીલગિરિ, બીચવુડ અને કૉપરમાંથી બનેલાં  અને લાંબો સમય સુધી ફ્રેશ રહી શકતાં હર્કફાઇબર નામના ફૅબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. હરકોલોને આ અગાઉ પણ મોજાં, ટીશર્ટ અને બેડશીટ્સ જેવી સેલ્ફ ક્લીનિંગ પ્રોડક્ટ્સ બનાવી છે. હરકોલોનના સ્થાપક વેન્સલૉસ (વેન) મુયેની આયરલૅન્ડના પ્રવાસે ગયા હતા એ વખતે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આંતર્વસ્ત્રો તેમ જ મોજાં જેવાં અન્ય વસ્ત્રોને ધોયા વિના બૅગમાં મૂકવાથી એની વાસ અન્ય કપડાંમાં પણ ભરાઈ જાય છે. આ બનાવ પછી સેલ્ફ ક્લીનિંગ વસ્ત્રોની શોધ થઈ હતી.

offbeat news international news united states of america