સોને મઢેલી હોટલમાં રહેવું હોય તો વિયેટનામ પહોંચી જાઓ

03 July, 2020 11:18 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

સોને મઢેલી હોટલમાં રહેવું હોય તો વિયેટનામ પહોંચી જાઓ

સોને મઢેલી હોટલમાં કોને રહેવું છે?

થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે વિયેટનામના હૅનોઇમાં વિશ્વની પહેલવહેલી ગોલ્ડ-પ્લેટેડ હોટેલ ખૂલવા જઈ રહી છે. જોકે હવે આ હોટેલ ખૂલી ગઈ છે અને એની અંદરનો નજારો કેવો ચમકીલો છે એની તસવીરો પણ બહાર આવી ગઈ છે. સોને મઢેલી આ હોટેલની બહારની દિવાલો જ સોનાથી પીળી છે એવું નથી, પણ અંદર પણ દિવાલો, દરવાજા, છત બધું જ ગોલ્ડ-પ્લેટેડ છે. અહીંની રૂમના દરવાજાના નોબ હોય કે બાથરૂમનું ટબ, ટૉઇલેટનું કમોડ હોય કે વૉશ બેસિન, ઇન્ફિનિટી પૂલ હોય કે ખાવાનું પિરસવામાં વપરાતી કટલરી બધું જ સોને મઢેલું છે.

વિશ્વની આ સૌથી પહેલી સોનાની હોટેલ છે જેમાં લગભગ દરેક ચીજને સોનાનો રંગ ચડેલો છે. ડોલ્સ હાનોઇ ગોલ્ડન લેક હોટેલમાં એક રાત રોકાવાનું ભાડું એક હજાર ડૉલર એટલે કે લગભગ ૭૫,૦૦૦ રૂપિયા જેટલું છે. જે લક્ઝુરિયસ ફેસિલિટીઝ એમાં છે એ જોતાં આ ભાડું તો બહુ સસ્તું કહેવા એવું નથી લાગતું?

vietnam offbeat news hatke news international news