લાજવાબ ફ્રાઇડ એગ આર્ટ

26 May, 2020 07:31 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

લાજવાબ ફ્રાઇડ એગ આર્ટ

ફ્રાઇડ એગ આર્ટ

આ સાથે મૂકવામાં આવેલી તસવીરની વાનગીઓ શાકાહારીઓને ખાવા માટે નથી. જોકે એમાં જે રીતે ભોજનની સજાવટ થઈ છે એ કાબિલે-તારીફ છે. જપાનની એક મહિલાએ તેનાં ત્રણ બાળકોને ખુશ રાખવા માટે ફ્રાઇડ એગ્સની આવી ડેકોરેટિવ આઇટમ તૈયાર કરી છે જે એક અનોખી આર્ટ બની છે.

વિવિધ ડિશને આકર્ષક ડિઝાઇનમાં ગોઠવવાની કળા જપાનમાં બહુ પ્રચલિત છે, પરંતુ ફ્રાઇડ ઈંડાં પર પ્રયોગ ભાગ્યે જ થયો છે. ટોક્યોમાં રહેતી એક ફૂડ-આર્ટિસ્ટે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશ્યલ નેટવર્ક પર પોતાની ત્રણ દીકરીઓ માટે બનાવેલી વાનગીઓ અપલોડ કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે. સામાન્ય રીતે એગને ફોડીને તમે તવા પર નાખો ત્યારે એ કેવો શેપ લેશે એ નિશ્ચિત નથી હોતું, પરંતુ એ જ તો આ ફૂડ-આર્ટિસ્ટની ખાસિયત છે. તે અન્ય ખાદ્ય ઘટકોની સજાવટ એવી રીતે કરે છે કે એમાંથી બાળકોના લોકપ્રિય કાર્ટૂન પાત્રો, આઇકૉનિક દૃશ્યો અને સુંદર પ્રાણીઓનાં ચિત્રો ઉપસી આવે છે. તેનાં બાળકોને એ બહુ પસંદ પણ છે.

japan offbeat news hatke news international news