આને કહેવાય દરિયાદિલી, માલિકે પોતાના પગારમા 7 કરોડ રૂપિયાનો કાપ મૂક્યો

05 September, 2020 11:49 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

આને કહેવાય દરિયાદિલી, માલિકે પોતાના પગારમા 7 કરોડ રૂપિયાનો કાપ મૂક્યો

સીઈઓ ડેન રાઇસ

૨૦૧૫માં અમેરિકાના સીએટલમાં ગ્રેવિટી પેમેન્ટ નામની કંપનીના સીઈઓ ડેન રાઇસે કંપનીના કર્મચારીઓના પગારમાં વધારો કરીને લઘુતમ ૭૦,૦૦૦ ડૉલર (અંદાજે ૫૧.૧૯ લાખ રૂપિયા)ના સ્તરે લાવી શકાય એ માટે પોતાના પગારમાં ૧ મિલ્યન ડૉલર (અંદાજે ૭.૩૧ કરોડ રૂપિયા)નો કાપ મૂક્યો હતો. એ નિર્ણય પછી કંપનીમાં મોજનું વાતાવરણ છે. ડેન રાઇસ કહે છે કે ‘ત્યાર પછી કંપનીનું ટર્નઓવર અડધું થયું છે અને બિઝનેસ ત્રણ ગણો થયો છે. કર્મચારીઓને તો જલસા પડી ગયા છે.’ એ નિર્ણય લેવાયા પછી અર્થશાસ્ત્રીઓ, કૉર્પોરેટ-નિષ્ણાતો અને પૉલિટિકલ થિયરીના નિષ્ણાતોએ કહ્યું હતું કે ‘આવું કાંઈ ચાલે નહીં. આ પ્રયોગ નિષ્ફળ જશે. બિઝનેસ ચલાવવામાં સમાજવાદી અભિગમ કેવી રીતે નિષ્ફળ જાય છે, એ માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (એમબીએ)ના વિદ્યાર્થીઓને સમજાવવા માટે ગ્રેવિટી પેમેન્ટ કંપનીનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ.’ 

offbeat news hatke news united states of america international news