મનગમતા સિંગરનું એક નહીં, 28 ટૅટૂ ચીતરાવ્યાં છે આ બહેને

16 October, 2020 10:24 AM IST  |  Scotland | Gujarati Mid-day Correspondent

મનગમતા સિંગરનું એક નહીં, 28 ટૅટૂ ચીતરાવ્યાં છે આ બહેને

નિક્કી પેટરસન

એમિનેમના હુલામણા નામે જાણીતા માર્શલ બ્રુસ મેથર્સ-થ્રી નામના અમેરિકન રૅપરની એક જબરદસ્ત ફૅને પોતાના શરીર પર આ સિંગરના ચહેરા તેમ જ તેનાં ફેમસ સૉન્ગ્સના શબ્દોના ટૅટૂ ચીતરાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે

સ્કૉટલૅન્ડની રહેવાસી ૩૫ વર્ષની નિક્કી પેટરસન રૅપ મ્યુઝિકના સુપરસ્ટાર એમિનેમની જબ્બર ચાહક છે. નિક્કી પેટરસનના શરીર પર કુલ બાવન ટૅટૂ છે. એમાંથી ૨૮ ટૅટૂ મ્યુઝિક સુપરસ્ટાર એમિનેમનાં છે. એમાંથી ૧૬ એમિનેમના પૉર્ટ્રેટ્સ છે. ૨૦૧૭ સુધી નિક્કીના શરીર પર એમિનેમનાં કેટલાંક ગીતોનાં નાનકડાં ટૅટૂ હતાં, પરંતુ એ વર્ષમાં ટૅટૂ-આર્ટિસ્ટ ડેવિડ કોર્ડેનની મુલાકાત થયા પછી એ કલાકારનાં પૉર્ટ્રેટ્સનાં પણ છૂંદણાં છૂંદાવ્યાં હતાં. ચાહક કે પ્રશંસકના શરીર પર તેના માનીતા મ્યુઝિશ્યનના ટૅટૂની આ સૌથી મોટી સંખ્યા છે. આ સંખ્યાને કારણે નિક્કી પેટરસનના નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાયો છે.

offbeat news hatke news scotland international news