દરિયાઈ જહાજ આકાશમાં ઊડી શકે ખરું?

04 March, 2021 07:27 AM IST  |  Scotland

દરિયાઈ જહાજ આકાશમાં ઊડી શકે ખરું?

દરિયાઈ જહાજ આકાશમાં ઊડ્યું

સ્કૉટલૅન્ડના બેન્ફના રહેવાસી ૨૩ વર્ષના યુવાન કોલિન મૅક્કેલુમે ૨૬ ફેબ્રુઆરીએ અનોખું દૃશ્ય જોયું. દરિયાઈ જહાજના આકારનું કોઈ વાહન આકાશમાં ઊડતું હોય એવા દૃશ્યનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હવામાં ઊડતા એ વાહનમાં દરિયાઈ જહાજમાં નીચેનો પાણીમાં ડૂબતો અને થોડો બહાર રહેતો હોય એવો ભાગ નહોતો. અડધું દરિયાઈ જહાજ ઊડતું હોય એવું લાગતું હતું. દરિયાઈ જહાજ ઊડવા માંડ્યું હોય એ પ્રકારની ઘટના અગાઉ વર્ષ ૨૦૧૨ની ફિલ્મ ‘એવેન્જર્સ’માં હતી. ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગાનુઈમાં મોનિકા શેફનર નામની મહિલાને રેતીમાં ચાલતી વેળા દરિયાઈ જહાજ હવામાં ઊડતું હોય એવો દૃષ્ટિભ્રમ થયો હતો કે એવું રંગીન મૃગજળ નિહાળ્યું હતું. એવો જ અનુભવ કોલિન મૅક્કેલુમને થયો હતો.

કોલિને વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી અન્યોએ પણ કમેન્ટ્સમાં ઠીક-ઠીક ચર્ચા કરી હતી. કોલિને વાસ્તવિકતા સમજાવતાં લખ્યું હતું કે ‘મને સમજાય છે કે આ ઑપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે દૃષ્ટિનો ભ્રમ છે.’

scotland offbeat news hatke news international news