ઑનલાઇન ક્લાસમાં એક સ્ટુડન્ટના ઘરમાં ચોર ઘૂસ્યા, કૅમેરામાં થઈ ગયા કેદ

09 September, 2020 09:39 AM IST  |  Ecuador | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન ક્લાસમાં એક સ્ટુડન્ટના ઘરમાં ચોર ઘૂસ્યા, કૅમેરામાં થઈ ગયા કેદ

ઑનલાઇન ક્લાસમાં એક સ્ટુડન્ટના ઘરમાં ચોર ઘૂસ્યા

ઇક્વાડોરના તુંગરહુઆ પ્રાંતના અમ્બાટો શહેરમાં એક વિદ્યાર્થિની ઝૂમ ઍપ પર ચાલતા ઑનલાઇન ક્લાસમાં ભણવામાં મગ્ન હતી ત્યારે તેના ઘરમાં ચોર ઘૂસ્યા હતા. ચોરોની ઘૂસણખોરી ઑનલાઇન ક્લાસરૂમના કૅમેરામાં ઝડપાઈ ગઈ. એ ઘટના વિદ્યાર્થિનીની સહપાઠીઓના ધ્યાનમાં આવતાં એ લોકોએ પોલીસને જાણ કરી અને બધા ચોર ઝડપાઈ ગયા હતા.

ફુટેજમાં જોવા મળ્યા અનુસાર ઇંગ્લિશના ઑનલાઇન ક્લાસમાં ટીચર ભણાવતા હતા અને વિદ્યાર્થીઓ ભણવામાં મગ્ન હતા. અચાનક એક વિદ્યાર્થિનીએ પાછળ ફરીને જોયું તો કેટલાક ચોર ઘરમાં ઘૂસી આવ્યા હતા. એ બાબત શિક્ષકના ધ્યાનમાં આવી નહોતી, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકને અને પોલીસને એ ઘટનાની જાણ કરી હતી. કારમાં નાસી ગયેલા ચોર હુએચી ગ્રૅન્ડ વિસ્તારમાં ઝડપાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચોરમંડળી ઘરમાંથી એક તિજોરી, ૪૦૦૦ ડૉલર (અંદાજે ત્રણ લાખ રૂપિયા), બે રિવૉલ્વર, પંક્ચરિંગનું એક સાધન, બે મોબાઇલ ફોન, એક લૅપટૉપ અને
વિડિયો-ગેમ્સ ચોરીને ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ecuador offbeat news hatke news international news