1.80 લાખ લોકોએ લાઇવ-સ્ટ્રીમ ઇફતાર મનાવીને રેકૉર્ડ કર્યો

27 May, 2020 08:02 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

1.80 લાખ લોકોએ લાઇવ-સ્ટ્રીમ ઇફતાર મનાવીને રેકૉર્ડ કર્યો

લાઇવ-સ્ટ્રીમ પાર્ટીમાં જોડાયા લોકો

સોશ્યલ ડિસ્ટન્સિંગના સમયમાં સાથે મળીને ઇફ્તાર કરવાનું સંભવ નથી ત્યારે સાઉદી અરેબિયાના એક યુટ્યુબરે લાઇવ ઇફ્તાર યોજી હતી. આ લાઇવ સ્ટ્રીમમાં ૧.૮૩ લાખ લોકોને જોડીને સાઉદી અરેબિયાના ૬ યુટ્યુબર્સે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. યુટ્યુબ પર્સનાલિટીઝ મોહમ્મદ મોશાયા, નૂર સ્ટાર્સ, સાઉદી રિપોર્ટર્સ, અનાસલા ફૅમિલી, અસરાર આરિફ અને ઉમર હુસેને મંગળવારે સાથે મળીને ઇફ્તારનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું ત્યારે એમાં ૧,૮૩,૫૪૪ લોકો જોડાયા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે એક કલાકના લાઇવ સ્ટ્રીમિંગને કારણે વિશ્વવિક્રમ નોંધાયો હોવાનું જણાવ્યું હતું. રોગચાળાને કારણે રમજાન મહિનામાં સામાજિક મિલન શક્ય ન હોવાને કારણે ઇફ્તાર લાઇવ સ્ટ્રીમ કરવાનું આયોજન સાઉદી અરેબિયાના યુટ્યુબર્સે કર્યું હતું.

saudi arabia offbeat news hatke news international news