આ છે 323103 બૉટલનાં ઢાંકણની ચેઇન

03 July, 2020 07:01 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

આ છે 323103 બૉટલનાં ઢાંકણની ચેઇન

બૉટલનાં ઢાંકણની ચેઇન

પ્લાસ્ટિકને કારણે થતા પ્રદૂષણ સામે દુનિયાભરમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમો થતાં આવ્યાં છે. તાજેતરમાં આવું જ પ્રદર્શન સાઉદી અરેબિયાની એક સ્કૂલે આર્ટિસ્ટિક સ્ટન્ટ દ્વારા કર્યું હતું. સાઉદી અરેબિયાના જેદ્દાહની એક સ્કૂલનાં બાળકો અને શિક્ષકોએ પ્લાસ્ટિકની ૩,૨૩,૧૦૩ બૉટલનાં ઢાંકણની ૮૯૮૪ ફુટ લાંબી ચેઇન બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સ્કૂલના ડેપ્યુટી હેડ ટીચરનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ સામે કમ્યુનિટી અવેરનેસ માટે કોશિશ કરી રહ્યા હતા. સ્કૂલમાં શરૂ કરવામાં આવેલી પ્લાસ્ટિક પૉલ્યુશન અવેરનેસ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓએ રીસાઇક્લિંગ સેન્ટરમાં પહોંચાડવાના હેતુથી બૉટલ-કૅપ્સ એકઠી કરી હતી. બાળકોએ બૉટલ-કૅપ્સ એકત્રિત કરવાની સાથે સ્થાનિક વિસ્તારોની થોડી સાફસફાઈ પણ કરી હતી. આ ઇવેન્ટ દ્વારા જે ભંડોળ એકઠું થયું હતું એ દિવ્યાંગ બાળકો માટે વ્હીલચૅર, પગનાં બ્રેસીઝ જેવી જરૂરી ચીજો માટે વાપરવામાં આવશે.

જેદ્દાહની બ્રિટિશ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં બાળકોએ આ રેકૉર્ડ બનાવ્યો એ પહેલાં નેધરલૅન્ડ્સની એક સ્કૂલનાં બાળકોએ ૨,૬૦,૮૬૬ બૉટલ-કૅપ્સની ચેઇન બનાવીને રેકૉર્ડ બનાવ્યો હતો.

saudi arabia offbeat news hatke news international news