તમે લક્ઝરી સોફા, માય પ્રૉપર્ટી, એગ્સ ઑન અવન જેવી વાનગીઓ કદી ચાખી છે?

27 May, 2020 08:02 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

તમે લક્ઝરી સોફા, માય પ્રૉપર્ટી, એગ્સ ઑન અવન જેવી વાનગીઓ કદી ચાખી છે?

મૅનૂ લિસ્ટ

સાઉદી અરેબિયાની એક રેસ્ટોરાંનું મેન્યૂ-કાર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. સોશ્યલ મીડિયા પર એ મેન્યૂ-કાર્ડ વાઇરલ બન્યું છે, કારણ કે એ કાર્ડમાં વાનગીઓનાં અવનવાં નામ છે. મેન્યૂ અરબી ભાષામાં છે. લોકોને વાનગીઓ વિશે સમજાવવાની મદદ આપવાને બદલે જે લોકોને અરબી ભાષા ન સમજાય તેમને અંગ્રેજીમાં હાસ્યાસ્પદ અનુવાદ કરીને આપ્યો છે. અનુવાદમાં વાનગીઓનાં નામો લક્ઝરી સોફા, ફ્રાઇ ડે, માય પ્રૉપર્ટી, એગ્સ ઑન અવન વગેરે આપવામાં આવ્યાં છે.

international news saudi arabia offbeat news hatke news