આ પોસ્ટમૅને 30 વર્ષ સુધી દરરોજ 15 કિલોમીટર ચાલીને ડ્યુટી કરી

10 July, 2020 07:58 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટમૅને 30 વર્ષ સુધી દરરોજ 15 કિલોમીટર ચાલીને ડ્યુટી કરી

પોસ્ટમેન

તામિલનાડુમાં પોસ્ટમૅનની નોકરી કરતા ડી. શિવન તેમની ફરજના ભાગરૂપે રોજના ૧૫ કિલોમીટર ચાલીને કુન્નુરના દુર્ગમ ક્ષેત્રોમાં પત્ર પહોંચાડતા હતા. લગભગ ૩૦ વર્ષ સુધી તેઓ અવિરતપણે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવીને હાલમાં નિવૃત્ત થયા છે.

૧૫ કિલોમીટર ચાલીને ફરજ બજાવતી વખતે ડી. શિવનને ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે ચીકણી માટીવાળા રસ્તા અને જંગલી જાનવરોના હુમલા પણ સહન કરવા પડ્યા હતા. આઇએએસ અધિકારી સુપ્રિયા સાહુએ બુધવારે ટ્વિટર પર તેમની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી કૅપ્શન આપી હતી, ‘પોસ્ટમૅન ડી. શિવન દરરોજ ૧૫ કિલોમીટર ચાલીને કુન્નુરનાં ગાઢ જંગલોમાં હાથી-રીંછ જેવાં જંગલી જાનવરોનો સામનો કરીને લોકો સુધી પત્ર પહોંચાડતા હતા. એ દરમ્યાન તેમણે ઝરણાં અને બોગદાં પણ પાર કરવાં પડડ્યાં હતાં. ૩૦ વર્ષ પૂરી નિષ્ઠાથી ફરજ નિભાવીને ગયા અઠવાડિયે તેઓ નિવૃત્ત થયા છે.’

tamil nadu offbeat news hatke news national news