માએ 3 બાળકોનું પેટ ભરવા માથું મૂંડી 150 રૂપિયામાં વાળ વેચ્યા

11 January, 2020 10:50 AM IST  |  Tamil Nadu

માએ 3 બાળકોનું પેટ ભરવા માથું મૂંડી 150 રૂપિયામાં વાળ વેચ્યા

માએ 3 બાળકોનું પેટ ભરવા માથું મૂંડ્યું 150 રૂપિયામાં

તામિલનાડુના સેલવમમાં રહેતી ૩૧ વર્ષની પ્રેમાના પતિએ સાત મહિના પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી તે પોતાના ત્રણ બાળકોનું પેટ કઈ રીતે ભરવું એ માટે પરેશાન હતી. પ્રેમાને પાંચ, ત્રણ અને બે વર્ષનાં ત્રણ સંતાનો છે. બાળકો ખૂબ ભૂખ્યાં હતાં અને તેણે પાડોશીઓ અને સગાસંબંધીઓ પાસે મદદ માગી પણ કોઈએ સહાયતા ન કરી. એ જ દિવસે નકલી વાળની વિગ બનાવવાનું કામ કરતો ફેરિયો વાળ ખરીદવા માટે ગલીમાં આવ્યો. એ જોઈને તરત જ મહિલા ઝૂંપડીમાં ગઈ અને પોતાના વાળ કાપીને તેણે ૧૫૦ રૂપિયામાં વેચી દીધા. ૧૦૦ રૂપિયામાંથી તેણે બાળકો માટે ખાવાનું ખરીદ્યું. જોકે બીજા દિવસનું શું એ ચિંતા તો ઊભી જ હતી. રોજેરોજની પરેશાનીથી મુક્તિ મેળવવા આખરે તેણે આત્મહત્યા કરવાનું ઠાની લીધું. તેની પાસે બચેલા પાંચ રૂપિયામાંથી તે દુકાનમાં ઝેર ખરીદવા ગઈ, પણ દુકાનદારે ના પાડી દીધી. એટલે તેણે ઝેરી વનસ્પતિના બીજ ખાઈને જીવન ટૂંકાવવાનું વિચાર્યું. પ્રેમાની આ હાલત વિશે એક ગ્રાફિક ડિઝાઇનરને ખબર પડતાં તેણે સોશ્યલ મીડિયા પર લોકોને એની મદદ કરવાની ટહેલ નાખી. ક્રાઉડ ફન્ડિંગ દ્વારા મહિલા માટે ૧.૪૫ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. બીજી તરફ રાજ્ય સરકારે પણ તેને વિધવા પૅન્શન આપવાની જાહેરાત કરી છે અને પ્રેમાના પતિના એક દોસ્તે તેની ઇંટ બનાવવાની ભઠ્ઠીમાં તેને કામ આપીને તેને આત્મનિર્ભર કરવાની પહેલ કરી છે.

tamil nadu offbeat news hatke news