જસ્ટ 3.8 કિલોમીટર દૂરના બે ટાપુઓ વચ્ચેના પ્રવાસમાં 21 કલાક લાગે છે

12 March, 2021 07:31 AM IST  |  Russia

જસ્ટ 3.8 કિલોમીટર દૂરના બે ટાપુઓ વચ્ચેના પ્રવાસમાં 21 કલાક લાગે છે

આ બે ટાપુઓ વચ્ચેના પ્રવાસમાં 21 કલાક લાગે છે

રશિયાના બેરિંગ સમુદ્રમાં ડાયોમેડ્સ ટાપુ સમૂહ છે. એમાંના બે ટાપુઓ ફક્ત ૨.૪ માઇલના અંતરે હોવા છતાં એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચવાનો સમય ૨૧ કલાક નોંધાય છે, કારણ કે એ બન્ને ટાપુઓની વચ્ચે તારીખો-કૅલેન્ડર ડેટ બદલતી ‘ઇન્ટરનૅશનલ ડેટ લાઇન’ પસાર થાય છે. ભૌગોલિક દૃષ્ટિએ ટાઇમ ઝોનના વિભાજનની માફક પ્રાદેશિક દૃષ્ટિએ કૅલેન્ડર ડેટમાં તફાવત દર્શાવતી ઇન્ટરનૅશનલ ડેટ લાઇન વર્ષ ૧૮૮૪માં નક્કી કરવામાં આવી હતી. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની પ્રશાંત મહાસાગરની મધ્યમાંથી પસાર થતી ઇન્ટરનૅશનલ ડેટ લાઇનની એક બાજુ એક તારીખ હોય છે અને બીજી બાજુ અલગ તારીખ હોય છે. ડાયોમેડ્સ ટાપુ સમૂહના બે ટાપુઓ વચ્ચે  અઢી માઇલથી ઓછું અંતર અને સત્તાવાર રીતે સમયના તફાવતને કારણે એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચતાં ભલે સામાન્ય રીતે લાગતો હોય એટલો સમય લાગે, સત્તાવાર નોંધ-રેકૉર્ડમાં ૨૧ કલાક થાય છે.

offbeat news hatke news russia international news