માઇનસ 52 ડિગ્રી ઠંડીમાં મૅરથૉન, મોં પર બરફ જામી ગયો તો પણ દોડ્યા રનર્સ

29 December, 2019 10:11 AM IST  |  China

માઇનસ 52 ડિગ્રી ઠંડીમાં મૅરથૉન, મોં પર બરફ જામી ગયો તો પણ દોડ્યા રનર્સ

માઇનસ બાવન ડિગ્રી ઠંડીમાં મૅરથૉન

ચીનના ગૅન્હે ટાઉનમાં પોલ ઑફ કોલ્ડ વિસ્તારમાં થિજાવી દેતી ઠંડી પડી રહી છે. ગયા અઠવાડિયે આ વિસ્તારમાં આઇસ મૅરથૉનનું આયોજન થયેલું જેમાં ૬૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જ્યારે મૅરથૉન દોડાઈ ત્યારે વાતાવરણમાં માઇનસ બાવન ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડી હતી. ઠંડીથી બચવા દોડવીરો પગથી માથા સુધી ગરમ કપડાંમાં ઢબૂરાયેલા હતા જોકે ઠંડી એટલી વધુ હતી કે તેમના કપડાં પર પણ બરફ જામી ગયો હતો. આવું કંઈ પહેલી વાર નથી થયું.

આ પણ વાંચો : તામિલનાડુના આ સેલૉંમાં પુસ્તક વાંચનારા ગ્રાહકને 30 ટકા ડિસ્કાઉન્ટ મળે છે

દર વર્ષે અહીં આટલી જ ઠંડી પડે છે. આ સીઝનમાં મૅરથૉન યોજાય છે અને છતાં સેંકડો સ્પર્ધકો એમાં ભાગ લે છે.

china offbeat news hatke news