સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે આ મોચીએ બનાવ્યાં 75ની સાઇઝનાં શૂઝ

02 June, 2020 07:45 AM IST  |  Romania | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે આ મોચીએ બનાવ્યાં 75ની સાઇઝનાં શૂઝ

સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે મોચીએ બનાવ્યાંઆ શૂઝ

રોમાનિયામાં બે મહિનાના લૉકડાઉન પછી હવે જનજીવન સામાન્ય બનવા જઈ રહ્યું છે. જોકે છૂટછાટ મળવાની શરૂઆત થતાં જ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કે તૈસી કરી રહ્યા છે. એવામાં ક્લજ શહેરના ગ્રિગોર લુપ નામના મોચીભાઈને એક મજાનો આઇડિયા આવ્યો છે. ૩૯ વર્ષથી લેધરનાં અવનવાં શૂઝ બનાવવાના બિઝનેસમાં કાર્યરત આ ભાઈને થયું કે પોતાનાં જૂતાં કોઈકને સોશ્યલ ડિસ્ટન્સિંગની યાદ અપાવતાં રહે એવું કંઈક કરવું જોઈએ. એટલે તેમણે સાદાં શૂઝને આગળથી એક્સટેન્શન આપીને એને યુરોપિયન સાઇઝ ૭૫નાં બનાવી દીધાં છે. તેમનું કહેવું છે કે આ શૂઝ પહેર્યા પછી જો બે વ્યક્તિને નજીક આવવું હોય તોય નહીં આવી શકે. બે લોકો જો આ સાઇઝનાં જૂતાં પહેર્યાં હોય તો આરામથી ત્રણથી ચાર ફુટનું અંતર બન્ને વચ્ચે રહે. ભાઈએ આ વિચારને પોતાની દુકાનમાં વેચાણ માટે પણ અમલમાં મૂકી દીધો છે. અત્યાર સુધીમાં તેને આવાં પાંચ શૂઝનો ઑર્ડર મળી ચૂક્યો છે. આ શૂઝની કિંમત છે આશરે સાડાઆઠ હજાર રૂપિયા.

romania offbeat news hatke news international news