જપાનની રેસ્ટોરાંમાં દર રવિવારે ઊજવાય છે રોબોટિક શ્વાનોનો જન્મદિવસ

08 January, 2020 10:15 AM IST  |  Japan

જપાનની રેસ્ટોરાંમાં દર રવિવારે ઊજવાય છે રોબોટિક શ્વાનોનો જન્મદિવસ

રોબોટિક શ્વાન

હવે જપાનમાં માત્ર રિયલ શ્વાન જ નહીં, રોબો શ્વાનનું ચલણ પણ ખૂબ વધ્યું છે. કેટલાય લોકો રિયલ ડૉગને બદલે રોબો ડૉગ પાળે છે જે તેમના જીવનમાં પાળતુ પ્રાણીની ગરજ સારે છે. આ રોબો શ્વાન જેવી કેટલીક ચેષ્ટા કરવામાં પણ માહેર હોય છે. આવા રોબો ડૉગ્સ માટે જપાનની રાજધાની ટોક્યોમાં આવેલા પૅન્ગ્વિન કૅફેમાં દર રવિવારે એક ઑફબીટ ઇવેન્ટ શરૂ થઈ છે. રવિવારે સવારે રેસ્ટોરાં ખૂલવાના સમય પૂર્વે ‘આઇબો વર્લ્ડ’ યોજાય છે. એમાં રોબોટિક ડૉગ્સ અને એના માલિકોને આમંત્રિત કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં શ્વાનોના બર્થ-ડે ઊજવાય છે અને એ માટે તેમને સરસમજાનાં કપડાં પહેરાવવામાં આવે છે અને એ નિમિત્તે સ્વાદિષ્ટ પીણાં અને નાસ્તા પણ પીરસાય છે. 

આ પણ વાંચો : 276 કિલોની બ્લુફિન ટુના માછલી 13.24 કરોડમાં વેચાઈ

સોની કંપનીએ બનાવેલા રોબોટિક ડૉગ્સને વધુ જીવંત અને રિસ્પૉન્સિવ બનાવવા માટે મલ્ટિપલ કૅમેરા, ટચ સેન્સર્સ અને માઇક્રોફોન્સ ગોઠવ્યાં છે. ૪૦૦૦ પાર્ટ્સ અને બાવીસ ઍક્યુરેટર્સ વડે યાંત્રિક શ્વાન પૂંછડી અને કાન હલાવવા, શેકહૅન્ડ કરવા આંખોની પાંપણો પટપટાવવાનું શક્ય બનાવે છે. સોની ઑર્ગેનિક એલઈડી લાઇટ્સની મદદથી એ શ્વાન એના માલિકની પાછળ-પાછળ ફરી શકે છે. ક્લાઉડ કનેક્ટેડ એન્જિનને કારણે એ શ્વાનોને વસ્તુઓ અને વ્યક્તિઓને ઓળખવા-પારખવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.

japan offbeat news hatke news