વિશ્વની આ સૌપ્રથમ પારદર્શક કાર યાદ છે?

16 August, 2020 07:09 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

વિશ્વની આ સૌપ્રથમ પારદર્શક કાર યાદ છે?

પારદર્શક કાર

૧૯૩૯માં બનાવવામાં આવેલી પૉન્ટિયેક ઘોસ્ટ કાર અમેરિકામાં પ્રથમ પારદર્શક કાર હતી. જોકે ૮ દાયકા પછી એ કારના ફોટોગ્રાફ્સ હાલમાં સોશ્યલ મીડિયા પર આકર્ષણ જમાવી રહ્યા છે. કારની અંદરના તમામ ભાગો-પૂર્જા સ્પષ્ટ દેખાય એ ઉદ્દેશથી એ કાર બનાવવામાં આવી હતી. એમાં ઇન્સ્યુલેશનરૂપે સિન્થેટિકક ક્રિસ્ટલ ક્લિયર પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો હતો. એનાં ટાયર સફેદ હતાં. ૧૯૩૯માં એ કાર બનાવવામાં ૨૫,૦૦૦ ડૉલર (આજના દર પ્રમાણે અંદાજે ૧૮.૭૧ લાખ રૂપિયા) ખર્ચ થયો હતો. એ કાર ૨૦૧૧માં લિલામમાં વેચાઈ ત્યારે ૩.૦૮ લાખ ડૉલર (આજના દર પ્રમાણે અંદાજે ૨.૩૧ કરોડ રૂપિયા) ઊપજ્યા હતા.

germany offbeat news hatke news international news