પેરુમાં બલિ ચડાવાયેલા 227 બાળકોનાં અવશેષો મળ્યાં

29 August, 2019 10:42 AM IST  |  પેરુ

પેરુમાં બલિ ચડાવાયેલા 227 બાળકોનાં અવશેષો મળ્યાં

બલિ ચડાવાયેલા 227 બાળકોનાં અવશેષો મળ્યાં

અત્યાર સુધીમાં સૌથી મોટાપાયે દેવાયેલી બલિની ઘટના તાજેતરમાં પેરુમાં જોવા મળી છે. લિમાની ઉત્તરે હુઆન્ચાકો શહેરના દરિયા કિનારા પાસે ત્રુજિલો મ્યુનિસિપાલિટીની હદમાં એક જ જગ્યાએથી લગભગ ૨૨૭ બાળકોનાં હાડપિંજરો મળી આવ્યાં છે. ચારથી ૧૪ વર્ષની ઉંમરના આ બાળકો હોવાનું પુરાતત્વવિદોનું માનવું છે. દરિયામાં ઊઠતા અલ નીનો ચક્રવાતથી ગભરાઈને ભગવાનને રિઝવવા માટે આ બાળકોની બલિ અપાઈ હોય એવી સંભાવનાઓ છે. પેસિફિક ઓશનમાં અલ નીનોને કારણે ભારે તબાહીની સંભાવનાઓ સેંકડો વર્ષ પહેલાં પણ હતી. ફેરેન કૅસ્ટિલો નામના ચીફ આર્કિઓલૉજિસ્ટનું કહેવું છે કે ૪થી ૧૪ વર્ષનાં બાળકોને ચિમુ કલ્ચરના ગૉડને રિઝવવા માટે બલિ ચડાવવામાં આવ્યા હશે જેથી આવનારા વિનાશકારી વેધરને રોકી શકાય.

peru offbeat news hatke news