રામગઢ કે વાસીયોં, કિસાન કા બેટા રોજ તીન કિલોવૉટ બીજલી પૈદા કરતા હૈ...

04 March, 2020 09:25 AM IST  |  Jharkhand

રામગઢ કે વાસીયોં, કિસાન કા બેટા રોજ તીન કિલોવૉટ બીજલી પૈદા કરતા હૈ...

ઝારખંડના રામગઢ જિલ્લાના બેયાંગ ગામમાં ૨૭ વર્ષના કેદાર મહતો દરરોજ ત્રણ કિલોવૉટ વીજળી પેદા કરે છે. રામગઢના સેરેંગાતુ ગામના રહેવાસી જાનકી મહતોનો પુત્ર એ જ જિલ્લામાં તેના મોસાળના ગામ બેયાંગમાં રહીને ભણે છે. મામા મહેન્દ્ર મહતો પ્રદૂષણ નિયંત્રણ ખાતામાં જૉઇન્ટ એન્જિનિયરના હોદ્દા પરથી નિવૃત્ત થઈને ખેતીવાડી કરે છે. કેદાર આર્થિક તંગીને કારણે બીએસસીના પ્રથમ વર્ષ સુધી ભણતર અટકાવીને એ ૨૦૦૪થી વીજળીના ઉત્પાદનના પ્રયોગ કરે છે. એમાં સૌથી પહેલાં તેણે સાઇકલનાં પેડલ મારીને વીજળીનું ઉત્પાદન કર્યું. ત્યાર પછી ૨૦૧૪-’૧૫માં પવન દ્વારા ઊર્જા (વિન્ડ એનર્જી)ના પ્રયોગ કર્યા. એ પ્રયોગમાં કેદારને ઘણી સફળતા મળી. ત્યાર પછી ઘરના નળમાંથી આવતા પાણીમાંથી ઊર્જા પેદા કરવામાં પણ તેને સફળતા મળી હતી. ત્યાર પછી કેદારે ગામ પાસેની સેનેગડા નહેરમાં યંત્ર ગોઠવીને બે કિલોવૉટ વીજળી પેદા કરી. પ્રયોગરૂપે શરૂ કરેલા એ યંત્રમાં હાલમાં ત્રણ કિલોવૉટ વીજળી પેદા થાય છે. જે પ્રમાણમાં વીજોત્પાદન થાય છે એ અનુસાર ત્રીસેક બલ્બ પ્રકાશિત થઈ શકે, પરંતુ હાલમાં બે બલ્બ પ્રકાશ આપે છે.  

jharkhand offbeat news hatke news