પિતા બનવા માટે બે લગ્ન કરવા જ પડે છે આ ગામમાં, જાણો શું આખો મામલો

26 April, 2020 04:46 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

પિતા બનવા માટે બે લગ્ન કરવા જ પડે છે આ ગામમાં, જાણો શું આખો મામલો

પ્રતીકાત્મક તસવીર

લગ્ન બાદ પિતા બનવું એ મોટી સૌભાગ્યની વાત હોય છે અને પિતા બનવા માટે લગ્ન તો કરવા જ પડે. પણ અહીંયા પિતા બનવા માટે બે લગ્ન કરવા પડે છે. જી હાં આ વાત સાચી છે. એવી પણ પરંપરા છે, જે વર્ષોથી ચાલી આવી રહી છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. આ પરંપરા છે રાજસ્થાનના ડેરાસર ગામની. આ ગામમા ઘણા વર્ષોથી આવી પરંપરા ચાલી રહી છે. જે લોકો બે લગ્ન નથી કરતા, તેઓને ક્યારે પણ સંતાન સુખ પ્રાપ્ત નથી થયું. એટલે આ ગામના લોકોએ બે લગ્ન કરવા પડે છે અને એ લોકો માટે આ વાત સામાન્ય છે. જોકે લગ્નથી જોડાયેલા રીત-રિવાજ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આ પરંપરા તો કઈ અલગ જ છે કે, પુરુષને બે લગ્ન કરવા જ પડે છે.

કારણકે જો આવું નહીં તો, તે ક્યારે પણ પિતા નહીં બની શકે. હકીકતમાં, આ ગામના કેટલાક ઘરો એવા છે, જ્યા પહેલા લગ્ન બાદ બાળકનો જન્મ થયો જ નથી. એટલે એમણે બીજા લગ્ન કર્યા એના બાદ જ એમના ઘરે સંતાનનું આગમન થાય છે. એક વ્યક્તિતો એવો પણ છે એના બીજા લગ્ન બાદ ત્રણ બાળકનો જન્મ થયો છે. આ ગામના કેટલાક લોકો એવા પણ છે, કે પહેલી પત્નીના હોવા છતા બીજા લગ્ન નથી કર્યા તો એમની કોઈ સંતાન જ નથી. ધીરે ધીરે, આ વિચાર પરંપરાનો આકાર લઈ ગયો.

rajasthan offbeat news hatke news national news